ઓનલાઈન સોદા પાડી ક્રિકટ સટ્ટો રમાડતા બે ઝડપાયા, 20 સામે ગુનો નોંધાયો

શહેરના પોશ વિસ્તાર હિલડ્રાઈવ ફુલવાડી ચોકમાંથી
ઓનલાઈન આઈડી ફોરવર્ડ કરી રૂપિયા મેળવી હારજીતનો જુગાર રમાડવામાં આવતો હતો
શહેરના હિલડ્રાઈવ ફુલવાડી ચોકમાં કારમાં બે શખ્સો મોબાઈલમાં ક્રિકેટ મેચોમાં રનફેરના સોદાઓ થઈ શકે તે માટે આઈડી ફોરવર્ડ કરી રૂપિયા મેળવી હારજીતનો જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે ભાવનગર લોકલ ક્રાઈમબ્રાંચે તપાસ કરતા જીજે-૧૮-બીક્યુ-૪૯૧૧ નંબરની કાર સાથે ઋષિ ભરતભાઈ કારિયા (રહે.આતાભાઈ ચોક, ભાવનગર) અને યુવરાજસિંહ ઉર્ફે બબભા વનરાજસિંહ ઝાલા (રહે.અનંતવાડી, ભાવનગર)ને ઝડપી લઈ પુછપરછ કરતા ઋષિએ મોબાઈલમાં હારજીતન સોદા પાડવા માસ્ટર આઈડી શેતલ શાહ નામના શખ્સ પાસેથી મેળવી હતી અને આ માસ્ટર અને પેટા આઈડી ક્લાયન્ટને આપ્યા હતા. જ્યારે યુવરાજસિંહે માસ્ટર આઈડી તેના ભાગીદાર રોહિત કોતર હસ્તક મેળવી તેના તથા તેના ભાગીદારના અન્ય ક્લાયન્ટને રિચાર્જ કરી આપતો હતો. આમ, બન્ને શખ્સોને અફઘાનિસ્તાક-બાંગ્લાદેશ વચ્ચે ચાલતી વન-ડે મેચ પર હારજીતના સોદા પાડવા માટે રિચાર્જ કરી આપી જુગાર રમવામાં ઉપયોગમા લેવાયેલા મોબાઈલ કાર સહિત કુલ રૂ.૬,૫૨,૨૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા. આ અંગે નિલમબાગ પોલીસ મથકમાં ઋષિ ભરતભાઈ કારિયા, યુવરાજસિંહ ઉર્ફે બબભા વનરાજસિંહ ગોહિલ, શેતલ ઉર્ફે કાથી ચંદ્રકાંત શાહ, વિજય (રહે.હરિયાણા), સમીર ઉર્ફે પેન્ડો, ગોપાલ અન્ના બાલાણી, નિરવ ઉર્ફે ગોપાલ ડી.ગાંધી, નીલુ સિંધી, સફી અસ્લમભાઈ હાલારી, અજયસિંહ ગોહિલ, મૌલીક સોની, કાનો સોની, દિપર ઉર્ફે લસણ, અમીત, હાર્દિક, પ્રવિણ ઉર્ફે રાણી, સુમિત સંતરામભાઈ તેજવાણી, હરિ ઉર્ફે ડેવીડ, નરેન્દ્રસિંહ ગોહિલ અને રોહિત કોતર વિરૂદ્ધ ગુનો નોંધાયો છે.