Gujarat

બાઇકમાં ગુપ્ત ખાનુ બનાવી દારૃની હેરાફેરી કરતા બે ઝડપાયા

By GS TEAM
3 Nov 20251 min read
બાઇકમાં ગુપ્ત ખાનુ બનાવી દારૃની હેરાફેરી કરતા બે ઝડપાયા

વડોદરા,બાઇકમાં ગુપ્ત ખાના બનાવી છોટાઉદેપુરથી વડોદરા દારૃ લઇને આવતા બે આરોપીને  પોલીસે ઝડપી પાડયા છે. પોલીસે ૭૨ હજારનો વિદેશી દારૃ કબજે લીધો છે.

બાઇકમાં ગુપ્ત ખાના બનાવી દારૃની હેરાફેરી કરતા (૧) મિતેશ માનસિંગભાઇ રાઠવા (રહે. પઢિયાર ફળિયું, ગામ સિંગલા, છોટાઉદેપુર) તથા (૨) જયેશ અસલસિંગભાઇ રાઠવા (રહે. ધમોડી ફળિયું,  લુણી ગામ, છોટાઉદેપુર) ને  પી.સી.બી.  પોલીસે નેશનલ હાઇવેથી મકરપુરા ગામ તરફ જવાના રસ્તા પરથી ઝડપી પાડયા છે. પોલીસે તેઓની પાસેથી દારૃની ૨૪૦ બોટલ કિંમત રૃપિયા ૭૨ હજાર, બે મોબાઇલ અને બે બાઇક મળીને કુલ રૃપિયા ૧.૮૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે દારૃ મંગાવનાર સુનિલ ઉર્ફે ચડ્ડો (રહે. મોઇન  પાર્ક, જશોદા કોલોની પાસે, મકરપુરા) ને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે.