નારાયણ ગાર્ડન રોડ પર કારમાં દારૃ પીતા બે ઝડપાયા
કારમાંથી દારૃની બોટલ પણ મળતા અલગ ગુનો દાખલ કર્યો
વડોદરા,નારાયણ ગાર્ડન રોડ પર કારમાં બેસીને દારૃ પીતા યુવકને લક્ષ્મીપુરા પ ોલીસે ઝડપી પાડયો છે. તેની સાથે બેસેલા યુવક પાસેથી દારૃની બોટલ પણ મળી આવી હતી.
લક્ષ્મીપુરા પોલીસને માહિતી મળી હતી કે, નારાયણ ગાર્ડન પાસે આવેલા સોનલ હાઇલેન્ડ પાસેના રોડ પર એક કારમાં કેટલાક લોકો બેસીને દારૃ પી રહ્યા છે. જેથી, પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે કારને કોર્ડન કરીને અંદર બેસેલા લોકોની પૂછપરછ કરી હતી. ડ્રાઇવિંગ સીટ પર બેસેલા વ્યક્તિએ પોતાનું નામ જયેશકુમાર હીરાભાઇ પરમાર, ઉં.વ.૩૧ (રહે. રાજલક્ષ્મી ટેનામેન્ટ, મુંજાલ પાર્ક પાસે, સમતા) હોવાનું જણાવ્યું હતું. તેણે દારૃનો નશો કર્યો હોવાનું જણાઇ આવ્યું હતું. જેથી, તેની સામે પોલીસે ગુનો દાખલ કર્યો હતો. તેની બાજુની સીટ પર બેસેલા વ્યક્તિ હર્ષદ વિઠ્ઠલભાઇ પરમાર, ઉં.વ.૩૯ (રહે. સામિપ્ય ટેનામેન્ટ, કુણાલ ચાર રસ્તા પાસે, ગોત્રી) પાસેથી દારૃની એક બોટલ મળી આવી હતી. જેથી,તેની સામે પોલીસે અલગ કેસ કર્યો હતો.