Get The App

હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા

Updated: Dec 26th, 2025

GS TEAM

Google News
Google News
હેરંજ ચેકપોસ્ટ પાસેથી પિકઅપમાં પશુની હેરાફેરી કરતા બે ઝડપાયા 1 - image

બહિયલથી શખ્સે પશુ ભરી આપ્યાની કબૂલાત 

પોલીસે પશુ, પિકઅપ મળીને રૂ. ૫.૫૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી પાંચ શખ્સો સામે ગુનો નોંધ્યો

નડિયાદ: મહુધા પોલીસે બુધવારની રાત્રિના હેરંજ ચેક પોસ્ટ ઉપરથી પિકઅપ ગાડીમાં ક્રૂરતાપૂર્વક બાંધીને કતલખાને લઈ જવાતા બે મૂંગા પશુઓ સાથે ડ્રાઇવર ક્લીનરને ઝડપી પાડયા હતા. આ બનાવ અંગે મહુધા પોલીસે પાંચ શખ્સો સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

મહુધા પોલીસ બુધવારની રાત્રિના પોલીસ સ્ટેશનમાં હતી. ત્યારે બાતમી મળી હતી કે, અલીણા તરફથી પિકઅપમાં મૂંગા પશુઓ ભરીને કતલખાને લઈને જનાર છે. જેથી પોલીસે હેરંજ ચેક પોસ્ટ પર વોચ ગોઠવી હતી. આ દરમિયાન અલીણા તરફથી આવતી પિકઅપ ગાડીને ઉભી રખાવી ડ્રાઇવર ક્લિનરની પૂછપરછ કરતા સાકીર અહેમદભાઈ ચૌહાણ (રહે.પિઢાઈ) અને હનીફ મહેબુબભાઈ કુરેશી (રહે. કઠલાલ) આ પિકઅપ ગાડીમાં બહિયલથી સિરાજ નામના શખ્સે બે ભેંસો ભરી આપેલી છે. જ્યારે ફ્ઝલ મલેક (રહે.સામરખા) અને સમીર મલેક (રહે. અમદાવાદ)એ પશુઓ મંગાવ્યા હોવાનું જણાવ્યું હતું. જેથી પોલીસે ગાડીની તલાસી લેતા ગાડીમાંથી ટૂંકા દોરડાથી ક્રૂરતાપૂર્વક બાંધેલી બે ભેંસો મળી આવી હતી. આ ગાડીમાં પશુઓ માટે ઘાસચારો કે પાણીની પણ કોઈ વ્યવસ્થા ન હતી. જેથી મહુધા પોલીસે રૂ.૫૦ હજારની બે ભેંસો તેમજ રૂપિયા પાંચ લાખની ગાડી મળી કુલ રૂ.૫,૫૦,૦૦૦નો મુદ્દામાલ કબજે કર્યોે હતો. આ બનાવ અંગે મહુધા પોલીસે ગુનો પાંચ શખ્સો સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.