ઈકો ગાડીમાં 1.47 લાખનો 735 લિટર દેશી દારૂ લઈ જતા બે ઝડપાયા
- નડિયાદ- ડાકોર રોડ એક્સપ્રેસવેના બ્રિજ પરથી
- રૂા. 3.62 લાખનો મુદ્દામાલ જપ્ત : અમદાવાદ, સલૂણ અને ચલાલીના શખ્સો સહિત 5 સામે ગુનો
નડિયાદ ટાઉન પોલીસ આજે સવારે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન ડાકોર તરફથી ઇકો ગાડીમાં દેશી દારૂ ભરી એક્સપ્રેસ હાઈવે થઈ અમદાવાદ તરફ જતો હતો. ત્યારે બ્રિજ ઉપર ઈકો ગાડી ઉભી રાખી રાજેન્દ્ર ઉર્ફે રાજુ વિક્રમભાઈ તળપદા રહે. રામ તલાવડી, નડિયાદ તેમજ ધનરાજ નરેન્દ્ર તળપદા રહે. કંજોડા વિષ્ણુપુરા, તા. નડિયાદવાળાને ઝડપી લીધા હતા. ઈકો ગાડીમાંથી રૂા. ૧.૪૭ લાખનો દેશી દારૂ ૨૧૦ કોથળીઓ ૭૩૫ લિટર, મોબાઈલ રૂા. ૧૫ હજાર, ઈકો ગાડી મળી રૂા. ૩.૬૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. દેશી દારૂ મંગાવનાર અશફાક સૈયદ (અમદાવાદ) તેમજ દારૂ ભરી આપનાર ભાસ્કર તળપદા રહે. સલૂન તેમજ નટુભાઈ તળપદા રહે. ચલાલી મળી આવેલ નથી. આ બનાવ અંગે નડિયાદ ટાઉન પોલીસે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.