Gujarat
છોટાઉદેપુરથી વિદેશી દારૃ લઇને આવતા બે ઝડપાયા
By GS TEAM
19 Dec 20251 min read

વડોદરા,છોટાઉદેપુરથી દારૃ લઇને આવેલા બે આરોપીઓને પોલીસે વાઘોડિયા રોડ પરથી ઝડપી પાડયા છે.
બાપોદ પોલીસને માહિતી મળી હતી કે,વાઘોડિયા રોડ વૈકુંઠ ચાર રસ્તા ફિનિક્સ કોમ્પલેક્સ પ ાસે બે વ્યક્તિઓ વજનદાર થેલા લઇને શંકાસ્પદ હાલતમાં ઊભા છે. જેથી, બાપોદ પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને તપાસ કરતા મેહુલભાઇ છત્રસિંહ રાઠવા (રહે. પાનવડ ગામ તા. કવાંટ,જિ. છોટાઉદેપુર) તથા વેચાતભાઇ લાલસિંગભાઇ રાઠવા (રહે. બાડવાવ ગામ, તા.છોટાઉદેપુર) મળી આવ્યા હતા. તેઓની પાસેના થેલા ચેક કરતા દારૃની ૧૦૦ બોટલ મળી આવી હતી. આરોપીઓ દારૃ કોને આપવા જવાના હતા, તે અંગે પોલીસે પૂછપરછ હાથ ધરી છે.








