Get The App

પેટલાદમાં મંદિરની દાન પેટી તોડીને ચોરી કરનાર બે પકડાયા

Updated: Jul 6th, 2025

GS TEAM

Google News
Google News
પેટલાદમાં મંદિરની દાન પેટી તોડીને ચોરી કરનાર બે પકડાયા 1 - image


- રોકડ- ચોરીમાં ઉપયોગમાં લીધેલી લોખંડની કોસ જપ્ત 

- રોકડ સિક્કા સહિત રૂ. 15,470 ની ચોરી કરતા 2 શખ્સો સીસીટીવીમાં દેખાયા હતા 

આણંદ : પેટલાદના ગોપાલપુરા રોડ પર આવેલા રૂપારેલ માતાજીના મંદિરમાં દાન પેટી તોડીને રોકડ અને સિક્કા સહિત ૧૫ હજારની વધુની ચોરી કરીને શખ્સો ફરાર થઇ ગયા હતા. પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને પકડીને ગુનાનો ભેદ ઉકેલી કાઢ્યો છે. 

 પેટલાદના ગોપાલપુરા રોડ ઉપર આવેલા રૂપારેલ માતાજીના મંદિર ખાતે ત્રાટકેલા તસ્કરો દાન પેટી તોડી રોકડ રકમ તેમજ સિક્કા મળી કુલ રૂપિયા ૧૫૦૦૦ ઉપરાંતની મતાની ચોરી કરી ગયા હતા. આ બનાવ અંગે પેટલાદ શહેર પોલીસે અજાણ્યા શખ્સો સામે ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 

પેટલાદના ગોપાલપુરાથી લક્કડ પુરા તરફ જવાના માર્ગ ઉપર આવેલા રૂપારેલ માતાજીના મંદિરમાં ગત સોમવાર રાત્રિના સુમારે તસ્કરો ત્રાટક્યા હતા. તસ્કરોએ મંદિરના પ્રવેશ દ્વારની લોખંડની જાળીનો નકુચો તોડી અંદર પ્રવેશ કરી મંદિરમાં મુકેલા દાન પેટી બહાર લઈ આવી દાન પેટી તોડી અંદરથી રોકડ તેમજ સિક્કા મળી કુલ રૂપિયા ૧૫,૪૭૦ ની મતા ની ચોરી કરી લઈ ગયા હતા. બીજા દિવસે સવારે આસપાસના સ્થાનિકોને મંદિરમાં ચોરી થઈ હોવાની જાણ થતા મંદિરની દેખરેખ રાખનાર અશ્વિનભાઈ સહિતના લોકો એકત્ર થઈ ગયા હતા અને મંદિરમાં લગાવેલા સીસીટીવી કેમેરાના ફૂટેજ જોતા બે શખ્સો ચોરી કરતા નજરે પડયા હતા જેથી આ બનાવ અંગે અશ્વિનભાઈ સનાભાઇ તળપદાએ પેટલાદ શહેર પોલીસ મથકમાં ફરિયાદ નોંધીને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા. 

પોલીસે આરોપી વિષ્ણુ ઘનશ્યામ તળપદા( ઉ.વ. ૨૦ રહે. મૂળજલસણ રામબાઇ મતાવાળું ફળીયું, તા. ખંભાત, હાલ રહે. વિશ્રામપુરા, તા. પેટલાદ) અને કમલેશ નવઘણ તળપદા ( ઉ.વ. ૨૦.વિશ્રામપુરા,તા. પેટલાદ) ને પકડી પાડયો હતો.આરોપી વિષ્ણુ તળપદા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેઓ ૨૦૨૧માં સાયકલ અને મોબાઇલ ચોરીના ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયો હતો. આરોપી પાસેથી રોકડ રૂ. ૧૫૪૭૦ અને ચોરી કરવા માટે ઉપયોગ કરેલી લોખંડની કાંસ પણ કબજે કરી છે.


Tags :