વડોદરામાં કારેલીબાગ પાણીની ટાંકી સામે કોર્પોરેશનના બાંકડા ઉપર દારૂની મહેફિલ, બે પકડાયા
Vadodara : વડોદરા કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવતા બાંકડા ઉપર દારૂની મહેફિલ માટે કરતા બે યુવકોને પોલીસે ઝડપી પાડ્યા છે.
કારેલીબાગ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન કોઈ વ્યક્તિએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી કે કારેલીબાગ ટાંકીની સામે આનંદ નગર ચાર રસ્તા પાસે બાંકડા ઉપર કેટલાક લોકો દારૂની મહેફિલ માણી રહ્યા છે.જેથી કંટ્રોલરૂમે કારેલીબાગ પોલીસને જાણ કરતા થોડી જ વારમાં પોલીસ પહોંચી હતી.
આ વખતે બાંકડા ઉપરથી દારૂ પીધેલી હાલતમાં નિકેત ભરતકુમાર શાહ (આનંદ નગર સોસાયટી,પાણીની ટાંકી રોડ, કારેલીબાગ) અને કુશ ગૌરવકુમાર શર્મા (નાથીબા નગર, હરણી રોડ) પકડાઈ જતા બંને સામે દારૂબંધીના ભંગનો કેસ કરી ધરપકડ કરવામાં આવી હતી.