Get The App

સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા બે પશુને બચાવ્યા

Updated: Jan 19th, 2026

GS TEAM

Google News
Google News
સોલડી ટોલનાકા પાસેથી કતલખાને લઈ જવાતા બે પશુને બચાવ્યા 1 - image

- ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પરથી ફરી પશુ તસ્કરી ઝડપાઇ

- પશુ ભરેલા બોલેરો કારના ચાલક વિરૂદ્ધ પશુ અધિક્રમણ અંતર્ગત ગુનો નોંધાયો

ધ્રાંગધ્રા : ધ્રાંગધ્રા-માલવણ હાઈવે પર વારંવાર પશુઓને કતલખાને લઈ જવાતા હોવાની પ્રવૃતિઓ દિનપ્રતિદિન વધી રહી છે ત્યારે ધ્રાંગધ્રા હાઇવે પર વધુ એક બોલેરો કાર ચાલક પશુને કતલખાને ધકેલે તે પહેલા જ જીવદયા પ્રેમીઓ ઝડપી લઇ બે અબોલ પશુઓના જીવ બચાવ્યા હતા. 

ધ્રાંગધ્રાના જીવદયા પ્રેમીઓ બાતમીના આધારે હાઈવે પર આવેલા સોલડી ટોલ. નાકા પાસે વોચ ગોઠવી ઊભા હતા. જે દરમિયાન વહેલી સવારે કચ્છ તરફથી એક બોલેરો કાર શંકાસ્પદ હાલતમાં નીકળતા જીવદયા પ્રેમીએ કાર અટકાવી હતી અને તેમાં તપાસ કરતા એક ભેંસ અને એક પાડા એમ કુલ ૦૨ પશુઓને અતિ ક્રતાપૂર્વક ટૂંકા દોરડા વડે તેમજ ઘાસચારાની સગવડ વગર બાંધેલા હોવાનું નજરે પડતા બોલેરો કાર ચાલક આસિફ શેરખાન જત (રહે. નખત્રાણા) વાળાને ઝડપી પાડી પોલીસને હવાલે કરી પશુ અધિક્રમણ મુજબનો ગુન્હો નોંધ્યો હતો તેમજ પશુઓને પાંજરાપોળ ખાતે મુક્ત કર્યા હતા.

ઉલ્લેખનીય છે કે આ માર્ગ પરથી અગાઉ અનેકવાર પશુઓની તસ્કરી ઝડપાઇ છે. જેમાં મોટાભાગના પશુઓ કચ્છ તરથી આવતા હોય છે અને અમદાવદ તરફ જતાં હોય છે. તેમજ અગાઉ પણ જે લોકો ઝડપાયા હતા તેમા મોટાભાગના નખત્રાણાના જ હતા.