Gujarat

કારેલીબાગમાં દારૃનું ગોડાઉન બનાવનાર બે આરોપીને પાસા

By GS TEAM
16 Jun 20251 min read
કારેલીબાગમાં દારૃનું ગોડાઉન બનાવનાર બે આરોપીને પાસા

 વડોદરા,વાહન ચોરી  અને ઘરફોડ ચોરી તથા દારૃનો ધંધો કરતા ત્રણ આરોપીની પાસા  હેઠળ અટકાયત કરી રાજકોટ, જામનગર અને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

સયાજીગંજ પાયલ કોમ્પલેક્સના  પાર્કિંગમાંથી બાઇકની ચોરી કરવાના તથા દિવાળીપુરા અનંત પાર્ક  સોસાયટીના બંધ મકાનમાંથી ચોરી કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપી બાદલસીંગ રણજીતસીંગ ટાંક (રહે. જામવાડી, સયાજીગંજ, મૂળ રહે. સુભાષનગર પરશુરામ ભઠ્ઠો, સયાજીગંજ) ની  પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે.

જ્યારે કારેલીબાગ આમ્રપાલી કોમ્પલેક્સની પાછળ વિઠ્ઠલ કૃપા સોસાયટીમાં દારૃનો જથ્થો રાખી ધંધો કરતા  આરોપીઓને પોલીસે ઝડપી પાડી  ૨.૩૬ લાખનો દારૃ સહિત ૪.૭૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ  ગુુનામાં સામેલ આરોપી ભાવિન દિલીપરાવ જાદવ (રહે. વિઠ્ઠલકૃપા સોસાયટી,મૂળ રહે. નારાયણ કોમ્પલેક્સ,  કારેલીબાગ) તથા દેવ ઉર્ફે પિન્સુ વિપુલભાઇ ચૌધરી (રહે. શિવાજી ચોક,સલાટવાડા)ની પાસા  હેઠળ અટકાયત કરી જામનગર અને જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.