Gujarat

૨.૪૪ કરોડના દારૃના કેસમાં બે આરોપીની પાસામાં અટકાયત

By GS TEAM
3 Sep 20251 min read
૨.૪૪ કરોડના દારૃના કેસમાં બે આરોપીની પાસામાં  અટકાયત

વડોદરા,વડોદરામાં પંચાયતોની ચૂંટણી પહેલા ૧૬ મી જૂને  સ્ટેટ મોનિટરિંગ સેલે દશરથ વિસ્તારમાં દરોડો પાડી   ૨.૪૪ કરોડનો દારૃ પકડયો હતો.  આ કેસમાં સંડોવાયેલા બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરાઇ છે.

છાણી પોલીસ સ્ટેશનની હદમાં આવતા દશરથ ખાતે બાલાજી ટ્રેડર્સ નામના સ્થળે દારૃનું ગોડાઉન હોવાની વિગતો મળતાં એસએમસીની ટીમે દરોડો પાડી પાંચ આરોપીઓને ૨.૪૪ કરોડની કિંમતની દારૃની ૧.૨૬ લાખ બોટલો કબજે કરી હતી.પોલીસે પકડેલા આરોપીઓ  પૈકી કમલેશ મધારામ બેનીવાલ અને પ્રવિણકુમાર પુનમારામ બિશ્નોઇ(બંને રહે.કટવાડા,રાની વાડા,ઝાલૌર,રાજસ્થાન) ની પાસા  હેઠળ અટકાયત કરી અમદાવાદ અને મહેસાણા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, આ રેડના પગલે છાણીના પી.આઇ. એ.પી. ગઢવીને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.