હોમગાર્ડ જવાન પર હુમલાના કેસમાં બે આરોપીને પાસા
દારૃના ગુનામાં આરોપીની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલાયો
વડોદરા,હોમગાર્ડ જવાન પર હરણી રોડ પર હુમલો કરવાના ગુનામાં સામેલ બે આરોપીની પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ અને જામનગર જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.
હોમગાર્ડ જવાન પર હુમલો કરવાના કેસમાં સામેલ આરોપી શૈલેન્દ્ર ઉર્ફે છોટુ મુકુંદરાવ વાઘમારે (રહે. સવાદ ક્વાટર્સ, હરણી રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી જૂનાગઢ જેલમાં મોકલી આપવામાં આવ્યો છે. આરોપી સામે વારસિયામાં પાંચ ગુનાઓ નોંધાયા છે અને એક વખત તેની પાસામાં અટકાયત કરવામાં આવી છે. આ જ ગુનામાં સામેલ આરોપી ગૌરવ હરેરામસીંગ સીંગ (રહે. સાંઇદીપ સોસાયટી, ન્યૂ વી.આઇ.પી. રોડ) ની પાસા હેઠળ અટકાયત કરી જામનગર જેલમાં પોલીસે મોકલી આપ્યો છે. દારૃના ગુનામાં સામેલ આરોપી અજય ભરતભાઇ ઉગરેજીયા (રહે. મહાશક્તિ વુડાના મકાનમાં, સયાજીપુરા) ની પાસા હેઠળ અટકાયત કરી ભૂજ જેલમાં મોકલવામાં આવ્યો છે.