Gujarat

ભરૃચના બિઝનેસમેનના અપહરણ કેસના બે આરોપીઓ જેલભેગા

By GS TEAM
25 Nov 20251 min read
ભરૃચના બિઝનેસમેનના અપહરણ  કેસના બે આરોપીઓ જેલભેગા

 વડોદરા.ભરૃચના બિઝનેસમેનને ડરાવી ધમકાવી સાડા ચાર લાખ પડાવી લેવાના ગુનામાં પોલીસે બે આરોપીઓના રિમાન્ડ લીધા હતા. આજે રિમાન્ડ પૂરા થતા જેલમાં મોકલી આપવામાં આવ્યા છે.

ભરૃચ શેરપુરા રોડ પર મદીના પાર્ક સોસાયટીમાં રહેતો ૩૦ વર્ષનો અફાન ઉસ્માનભાઇ કાની ઓન લાઇન ટ્રેડિંગનો બિઝનેસ કરે છે.ગત ૧૨ મી તારીખે  બપોરે અફાન તથા તેની ગર્લફ્રેન્ડ કારમાં વડોદરા એમ.એસ.યુનિવર્સિટીથી ભરૃચ જતા હતા.તે દરમિયાન  એસ.ઓ.જી. અમદાવાદના પોલીસના માણસોની ઓળખ  આપી આરોપીઓએ  અપહરણ કરી   બળજબરીથી સાડા ચાર લાખ પડાવી લીધા હતા. આ ગુનામાં માંજલપુર  પોલીસે બે આરોપીઓ યાજ્ઞિાક રમણભાઇ ચાવડા (રહે. જેલ સ્ટાફ ક્વાટર્સ, સેન્ટ્રલ જેલ, વડોદરા,મૂળ રહે. અમદાવાદ) તથા આફતાબ નઇમખાન પઠાણ, ઉં.વ.૨૬ (રહે. બરકર એપાર્ટમેન્ટની પાછળ, તાંદલજા) ને ઝડપી પાડી રિમાન્ડ લીધા હતા. પોલીસે આ ગુનામાં અફવાનની ગર્લ  ફ્રેન્ડને નિવેદન માટે બોલાવી છે,  પણ  હજી તે આવી નથી.