Get The App

ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ

Updated: Nov 16th, 2025

GS TEAM

Google News
Google News
ગાંધીનગરના યુવકની હત્યામાં રાજકોટના બે આરોપીને આજીવન કેદ 1 - image

- યુવકની હત્યા કરી લાશ થાન નજીક ફેંકી ફરાર થઇ ગયા હતા

- અમદાવાદના દેવાઆર્ક મોલ પાસેથી યુવાનનું અપહરણ કરી આરોપીઓએ બંદૂકની ગોળી મારી હત્યા કરી હતી

લીંબડી : ગાંધીનગરના યુવકની હત્યા કેસમાં રાજકોટના બે આરોપીને લીંબડીની કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. કોર્ટે આરોપીઓને સજાની સાથે દસ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. ઉલ્લેખનીય છે કે અમદાવાદના દેવાઆર્ક મોલ પાસેથી ૨૦૧૨માં યુવાનનું અપહરણ કરી આરોપીઓએ બંદૂકની ગોળી મારી હત્યા કરી હતી.

ગાંધીનગરનો યુવક દસ્તગીરઅલી મુસ્તાકઅલી સૈયદ (ઉ.૨૬) તા.૮મી જાન્યુઆરી ૨૦૧૨નો રોજ અમદાવાદના દેવઆર્ક મોલ પાસે પોતાની કારમાં બેઠો હતો ત્યારે દિનેશ રામજનમ શુક્લા (રહે. રાજકોટ) તથાં શક્તિ જશુભા ચુડાસમા (રહે. રાજકોટ) બંનેએ છરી અને બંદૂકની અણીએ ઉઠાવી સરખેજ તરફ ભાગી ગયા હતા. 

રસ્તામાં દસ્તગીરઅલી બુમાબુમ કરી કારનું સ્ટીયરિંગ પકડી લેવાનો પ્રયાસ કરતા દિનેશ શુક્લાએ દસ્તગીરઅલીના છાતીના ભાગે ફાયરિંગ કરતા મોત નીપજ્યું હતું. આરોપીઓએ દસ્તગીરઅલીની લાશને કારની પાછળની સીટમાં નાખી લીબડી અને ત્યાંથી ચોટીલા થઈ થાનગઢ મોરથળા રોડ ઉપર એક અવાવરુ નાળા નીચે દસ્તગીરઅલીની લાશને કાર માંથી ટીંગાટોળી કરી ફેંકી દીધી હતી.

દસ્તગીરઅલીની લાશ ફેંકી બંને આરોપીઓ કાર લઈ વાંકાનેર નજીક કારની નંબર પ્લેટ કાઢી નાખીને રાજકોટ સોનીની દુકાન લુંટવાની હોવાથી પરંતુ કામ નહીં થતાં ત્યારબાદ ચોટીલા કાર રેઢી મુકીને ચોટીલાથી અમદાવાદ જયપુર થઈને ઉતરપ્રદેશ જતા રહ્યા હતા. આ બનાવ અંગે પોલીસે તપાસ હાથ ધરી બંનેને ઝડપી પાડી દસ્તગીરઅલીનું તેની કાર સાથે અપહરણ કરી હત્યા કરીને મોબાઈલ ફોન રોકડ રકમની લૂંટ કરી લાશ અને પુરાવાનો નાશ કરવા અંગેનો ગુનો નોંધ્યો હતો. આ બાબતેનો કેસ લીંબડી કોર્ટેમાં ચાલી જતાં વકીલની દલીલો અને પુરવાને ધ્યાને રાખીને લીંબડી કોર્ટના એડીશનલ જજે ૧૩ વર્ષ ૧૦ મહિના જુના બનાવમાં બંને શખ્સોને આજીવન કેદની સજા તથા રૂપિયા ૧૦ હજારનો દંડ ફટકારવામાં આવી હતી.