ખંભાળિયાની સ્પે.પોક્સો કોર્ટનો ચુકાદો
25 હજારનો દંડ તથા સગીરાના પુનર્વસન માટે 50 હજારનું વળતર ચૂકવવા આદેશ
જામ ખંભાળિયા: ભાણવડ ટાઉન વિસ્તારમાં વેરાડ નાકાના અંદરના ભાગે આશરે ૧૧ મહિના પહેલા બે શખ્સોએ કેફી પીણું પીધેલી હાલતમાં સગીરાની છેડતી કરી જાહેરમાં આબરૂ લેવા પ્રયાસ કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેનો કેસ કોર્ટમાં ચાલી જતાં બન્ને આરોપીઓને ચાર વર્ષની સખત કેદ, દંડ તથા ભોગ બનનાર સગીરાના પુનર્વસન માટે ૫૦ હજારનું વળતર ચૂકવવા આદેશ કર્યો છે.
ભાણવડના હરીશ મંગા ચૌહાણ અને વિજય રામજી શ્રીમાળી નામના આ બન્ને વ્યક્તિએ કેફી પીણું પીધેલી હાલતમાં સગીરાની છેડતી કરી જાહેરમાં જાતિય સતામણિ કરી હતી. આ પ્રકરણમાં આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જસીટ દાખલ થયું હતું. પછી આરોપીઓ દ્વારા જામીન મુક્ત થવા માટે હાઇકોર્ટમાં પણ અરજી કરતાં હાઇકાર્ર્ટે તેમના જામીન ફગાવી દીધા હતા.
આ અંગેનો કેસ ખંભાળિયાના સ્પેશિયલ પોક્સો કોર્ટના જજ એસ.જી. મનસુરી સમક્ષ ચાલી જતાં મુખ્ય જિલ્લા સરકારી વકીલ એલ.આર.ચાવડાની દલીલોને ગ્રાહ્ય રાખી, અદાલતે છેડતીના પ્રકરણમાં પોક્સોના ગુના સંદર્ભે ચાર વર્ષની સખત કેદ તથા અન્ય ગુનામાં પણ જુદી જુદી સજાઓ તેમજ બંનેને રૂપિયા ૨૫-૨૫ હજારનો દંડ ફટકારતો હુકમ કર્યો છે.


