Gujarat

પોલીસને જોઇને મોપેડ પર દારૃનો જથ્થો છોડીને બે આરોપી ફરાર

By GS TEAM
1 Jul 20251 min read
પોલીસને જોઇને મોપેડ પર દારૃનો જથ્થો છોડીને બે આરોપી ફરાર

 વડોદરા,મોપેડ પર દેશી દારૃનો જથ્થો મૂકીને શહેરમાં આવતા આરોપીઓ પોલીસની વોચ જોઇને ભાગી ગયા હતા. પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સાવલી તાલુકાના કલ્યાણપુરા ગામેથી દેશી દારૃનો જથ્થો મોપેડ પર લઇને બે આરોપીઓે આવવાના હોવાની માહિતીના આધારે પીસીબી પોલીસે એરપોર્ટ સામે માણેક પાર્ક ચાર રસ્તા પાસે વોચ ગોઠવી હતી. પોલીસને જોઇને મોપેડ સવાર બંને આરોપીઓ  વાહન છોડીને ફરાર થઇ ગયા હતા. પોલીસે મોપેડ અને ૧૨૬ લીટર દારૃ કિંમત રૃપિયા૨૫,૨૦૦ નો કબજે કરી આરોપી મુકેશ ઠાકોર (રહે. કલ્યાણપુરા ગામ) તથા તેના સાગરીતની સામે ગુનો દાખલ કરી તેઓની શોધખોળ હાથ ધરી છે.