વડોદરા,હાઇવે પર દારૃ ભરેલી કારને અકસ્માત થતા પાછળ આવતી પોલીસ વાન જોઇને આરોપીઓ કાર છોડીને ભાગી ગયા હતા.
ગઇકાલે બાપોદ પોલીસની પી.સી.આર.વાન હાઇવે પર પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન આજવા ચોકડીથી થોડે આગળ એક કારને ટેમ્પા સાથે અકસ્માત થતા કારચાલકે અચાનક પોતાની કાર ખોડિયારનગર વાળા રોડ પર વાળી દીધી હતી. પાછળ આવતી પી.સી.આર.વાનને શંકા જતા સ્ટાફે કારની પાછળ વાન દોડાવી હતી. કારચાલક ઊભો રહી ગયો હતો. પોલીસની વાન જોતા જ કારમાંથી બે આરોપીઓ ઉતરીને ભાગી ગયા હતા. પોલીસે કારમાં તપાસ કરતા દારૃની ૩૫૫ બોટલ કિંમત રૃપિયા ૮૮,૭૫૦ ની મળી આવી હતી.પોલીસે દારૃ અને કાર સહિત ૫.૮૮ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છેે.પોલીસે કારના નંબરના આધારે આરોપીઓને ઝડપી પાડવાની કાર્યવાહી હાથ ધરી છે.


