જામનગરમાં ચોરાઉ સ્કૂટર સાથે બે આરોપીઓ ઝડપાયા
Jamnagar Vehicle Theft : જામનગરમાં ત્રણેક દિવસ પહેલા એક સ્કૂટરની ચોરી થવા પામી હતી. આ સ્કૂટર ચોરીનો ભેદ પોલીસે ઉકેલી નાખીને બે આરોપીને ઝડપી પાડ્યા છે. અને ચોરાઉ સ્કૂટર કબજે કર્યું છે.
જામનગર સીટી એ ડીવી. પો.સ્ટે. વિસ્તારમાં સર્વેલન્સ સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન સર્વેલન્સ સ્ટાફને અંગત બાતમીદારોથી હકિકત મળેલ હોય કે બે ઇસમો ચોરાઉ સફેદ કલરનું એક્સેસ મોટર સાયકલ સાથે ઉભેલા છે. તે હકીકત આધારે પોલીસ સ્ટાફે દરોડો પાડીને આરોપી રેહાન હારૂનભાઇ બ્લોચ (ઉવ.19 ધંધો, રહે. હાલ મોરકંડા રોડ રબાની પાર્ક ઢાળીયો ચડતા મસ્જીદ પાસેની ગલીમાં જામનગર મુળ રહે. મીઠાપુર ઉધ્યોગ હુશેનીચોક જી.દેવભુમી દ્વારકા) તથા એક કાયદાથી સંઘર્ષિત કિશોરને ચોરાવ સુઝુકી કંપનીનું એક્સેસ સ્કૂટર રજી. નંબર જી.જે.10 ઈએ 4449 સાથે ઝડપી લીધા છે અને ચોરાવ વાહન કબ્જે કરી વાહન ચોરીનો વણ શોધાયેલ ગુનો શોધી કાઢી આરોપીની અટક કરવામાં આવી છે.