Get The App

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, શ્વાસ લેવામાં તકલીફ બાદ સિવિલમાં થયું મૃત્યું

Updated: Oct 10th, 2024

GS TEAM

Google News
Google News
માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, શ્વાસ લેવામાં તકલીફ બાદ સિવિલમાં થયું મૃત્યું 1 - image

Surat Rape Case: સુરતના માંગરોળમાં થયેલા સામૂહિક દુષ્કર્મના કેસમાં ત્રણ ફરાર આરોપીઓમાંથી બે આરોપીઓની પોલીસે ધરપકડ કરી લીધી છે. જેમાંથી એક આરોપીનું આજે (10મી ઓક્ટોબર) સુરત શહેરની નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું છે. દુષ્કર્મ કેસના બન્ને આરોપી મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને ફોરેન્સીક મેડિકલ ચેક અપ માટે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. જેમાંથી આરોપી શિવ શંકરનું મોત થયું છે.

કેવી રીતે થયું આરોપીનું મોત?

મળતી માહિતી પ્રમાણે આરોપી શિવ શંકરને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી, તેથી તેના તાત્કાલિક નવી સિવિલમાં વેન્ટિલેટર પર સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ થોડી સારવાર મેળ્યા બાદ તેનું મોત થયું હતું.. જ્યારે બાદ બપોરે 03:50 વાગ્યે નવી સિવિલના ડોક્ટરોએ શિવ શંકરને મૃત જાહેર કર્યો હતો. 

શું છે માંગરોળનો સામૂહિક બળાત્કાર કેસ?

સુરત નજીક આવેલા માંગરોળના મોટા બોરસરાં ગામે આઠમી ઓક્ટોબરે (મંગળવાર) મોડી રાત્રે બાઇકમાં પેટ્રોલ પુરૂ થઇ જતાં એક 17 વર્ષીય સગીરા પોતાના મિત્ર સાથે રાત્રે પોણા અગિયારથી સવા અગિયાર દરમિયાન મોટા બોરસરાં ગામની સીમમાં બેઠી હતી. ત્યારે અચાનક ત્રણ નરાધમો આવી પહોંચ્યા હતા. જેથી પીડિતા અને મિત્રએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો, જેમાં પીડિતાનો મિત્ર ભાગવામાં સફળ થયો હતો. આ દરમિયાન સગીરાના મિત્રનો ફોન પણ ઝૂંટવી લીધો હતો. ત્યારબાદ આ નરાધમોએ વારાફરતી સગીરાને પીંખી હતી અને તેને અર્ધનગ્ન હાલતમાં મૂકીને ભાગી ગયા હતા. 

જોકે સગીરાના મિત્રએ ગ્રામજનોની મદદ માંગી અને સગીરાને અર્ધનગ્ન હાલતમાં હોસ્પિટલમાં ખસેડી હતી. ઘટનાની જાણ થતાં રેન્જ આઇજી, જિલ્લા પોલીસ વડા, એલસીબી, એસઓજી સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. આ ઘટનાની તપાસ કરવા માટે પોલીસ ડૉગ સ્ક્વોડની મદદ લેવાઈ. પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવીના આધારે પણ શોધખોળ શરૂ કરી હતી. પોલીસને જે બાઈક મળી છે તેના આધારે બે આરોપીની ઓળખ કરી લેવાઈ હતી. સધન તપાસ બાદ બે આરોપીને દબોચી લેવાયા છે, જ્યારે એક ભાગવામાં સફળ રહ્યો છે. ત્યારે પકડાયેલા બન્ને આરોપીઓની પૂછપરછમાં ત્રીજા આરોપીની પણ ખુલાસો થશે. પોલીસે સગીરાના મિત્રને સાથે રાખીને ઘટનાસ્થળેથી જરૂરી પુરાવા એકત્ર કર્યા છે. તેમજ FSLની ટીમ પણ હાલ સ્થળ પર તપાસ કરી રહી છે. પોલીસે આજીવન કેદ સુધીની સજાની જોગવાઈની કલમ લગાવાઈ છે. ઝડપથી ચાર્જશીટ ફાઈલ કરવાના પ્રયાસ કરાશે. 

આ રીતે પકડાયા હતા આરોપીઓ

બુધવારે (10મી ઓક્ટોબર) માંડવીના તડકેશ્વર ગામે આરોપીઓ છૂપાયા હોવાની બાતમી સુરત ક્રાઈમ બ્રાન્ચને મળી હતી. ત્યારબાદ આ જગ્યાએ પોલીસ પહોંચી તો ત્રણેય આરોપીએ પોલીસને જોઈને ભાગવા લાગ્યા હતા. જેને લઈને પોલીસે ફાયરિંગ કરવું પડ્યું હતું. જેમાં કોઈને ઈજા નથી થઈ. આ દરમિયાન પોલીસે મુન્ના પાસવાન અને શિવ શંકર ચૌરસિયા નામના બે આરોપીને ઝડપી પાડ્યા હતા. જ્યારે એક ફરાર થયો હતો. મળતી માહિતી અનુસાર, ઝડપાયેલા આરોપીઓમાં એક ઉત્તર પ્રદેશ અને બીજો બિહારનો રહેવાસી છે. 

માંગરોળ સામૂહિક દુષ્કર્મ કેસના આરોપીનું મોત, શ્વાસ લેવામાં તકલીફ બાદ સિવિલમાં થયું મૃત્યું 2 - image