Gujarat

માંજલપુર અને ચાપડમાં દારૃ વેચતા બે આરોપી ઝડપાયા

By GS TEAM
14 Jul 20251 min read
માંજલપુર અને  ચાપડમાં દારૃ વેચતા બે આરોપી ઝડપાયા

 વડોદરા, ચાપડ ગામ અને માંજલપુર વિસ્તારમાં વિદેશી દારૃનો ધંધો કરતા બે આરોપીને પોલીસે ઝડપી પાડી દારૃની ૫૭ બોટલ કબજે કરી છે.

અટલાદરા પોલીસને માહિતી મળી હતી કે, ચાપડ  ગામ વસાવા ફળિયામાં રહેતો શૈલેષ વસાવા વિદેશી દારૃનો ધંધો કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ કરતા શૈલેષ જગન્નાથભાઇ વસાવા (રહે. વસાવા મહોલ્લો, ચાપડ ગામ) ઝડપાઇ ગયો હતો. પોલીસે તેની પાસેથી દારૃની ૪૫ બોટલ કિંમત રૃપિયા ૭,૬૫૦ ની કબજે  કરી હતી.

જ્યારે અન્ય એક કેસની વિગત એવી છે કે, માંજલપુર પોલીસને માહિતી મળી હતી કે, લક્ષ્મીનગર કોતર તલાવડી વિસ્તારમાં રહેતો રાજ ગણેશભાઇ વારકે વિદેશી દારૃનું વેચાણ કરે છે. જેથી, પોલીસે ઉપરોક્ત સ્થળે જઇને  રેડ કરતા રાજ વારકે મળી આવ્યો હતો. તેની પાસેથી પોલીસે દારૃની ૧૨ બોટલ કબજે કરી છે.