Get The App

કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા : 1. 77 લાખનો દારૂ કબજે

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
કારમાં વિદેશી દારૂની હેરાફેરી કરતા બે આરોપી ઝડપાયા : 1. 77 લાખનો દારૂ કબજે 1 - image


Vadodara Police : વડોદરા પીસીબી પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન માહિતી મળી હતી કે વડસર બ્રિજ પાસે આવેલ ઓરો હાર્મોનિયમમાં રહેતો હિતેશ સુથાર પોતાના મોપેડમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વડસર ગામ ગૌચરની જગ્યામાં વેચાણ કરે છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે જઈ તપાસ કરતા આરોપી હિતેશ માણેકલાલ સુથાર મળી આવ્યો હતો. તેના મોપેડમાંથી દારૂની ત્રણ બોટલ તેમજ નજીકમાં આવેલા પત્રના શેડમાં ચેક કરતા વિદેશી દારૂનો બીજો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે તેની પાસેથી દારૂની 75 બોટલ કિંમત રૂપિયા 22,440 સહિત 72,440 નો મુદ્દામાલ કબજે કર્યો છે. 

જ્યારે અન્ય એક બનાવમાં પોલીસને માહિતી મળી હતી કે મંદિર રામજી મંદિર પાછળ રહેતા હાફિઝ ગબલવાલા તથા સુપર બેકરી પાસે રહેતા નઈમ બિલ્લાવાલા કારમાં વિદેશી દારૂનો જથ્થો લઈને નવાપુરા પીટીએસની નજીક ઘનશ્યામને આપવા માટે આવવાના છે. જેથી પોલીસે વોચ ગોઠવીને નઈમ અસદભાઈ બિલ્લાવાલા (રહે. જૈનિથ અમીન સોસાયટી ન્યુ વીઆઇપી રોડ) તથા ઘનશ્યામ રજનીકાંત ખારવા (રહે-નવાપુરા) ને ઝડપી પાડ્યા હતા. જ્યારે હાફિઝ ગબલવાલા અને દમણના સપ્લાયર વિજયને વોન્ટેડ જાહેર કર્યો છે. પોલીસે દારૂ અને બિયરને 620 બોટલ કિંમત 1.77 લાખ, 2 મોબાઈલ તથા કાર મળીને 4.83 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

Tags :