Get The App

ગોત્રીની જમીન પડાવવા માલિકની બોગસ સહી સાથેનું બાનાખત રજૂ કરતાં ફરિયાદઃબિલ્ડર સહિત બે ની ધરપકડ

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
ગોત્રીની જમીન પડાવવા માલિકની બોગસ સહી સાથેનું બાનાખત રજૂ કરતાં ફરિયાદઃબિલ્ડર સહિત બે ની ધરપકડ 1 - image

વડોદરાઃ ગોત્રી વિસ્તારની અંદાજે આઠ થી દસ કરોડની ગણી શકાય તેવી જમીન માટે કુલમુખત્યારે જ માલિકની ખોટી સહી કરી કોર્ટમાં દસ્તાવેજ રજૂ કર્યો હોવાના બનાવ અંગે માલિકની ફોરેન્સિક અભિપ્રાયની માગ માન્ય રાખતાં તેના રિપોર્ટને આધારે કુલમુખત્યાર એવા બિલ્ડર ભૂપેન્દ્ર શાહ ઉર્ફે ટીના સહિત ચાર જણા સામે ગોત્રી પોલીસે ગુનો નોંધી બે ની ધરપકડ કરી છે.

ગોત્રી વિસ્તારની અંદાજે ૨૧ હજાર ફૂટ જમીનના મુદ્દે છેલ્લા ૧૫ વર્ષથી કાનૂની દાવા ચાલી રહ્યા છે.હાલમાં પણ હાઇકોર્ટમાં તેની સુનાવણી પેન્ડિંગ છે.તેવા સમયે જમીન માલિક દિલીપ ભગવાનદાસ સોની(ગુલમર્ગ સોસાયટી,કારેલીબાગ અને હાલ યુએસ)એ આ જમીનનો પાવર ઓફ એટર્ની જેને આપ્યો હતો તેણે આ જમીન માત્ર રૃ.૪૫૦ ફૂટના ભાવે માગણી કરી કુલમુખત્યાર તરીકેના

કર ખર્ચ પેટે ૭૫ લાખની માગ કરતાં બંને પક્ષે વિવાદ થયો હતો.

કુલમુખત્યાર ભૂપેન્દ્ર શાહે કોર્ટમાં દાવો કરી માલિક દિલીપ સોનીના નામનું  બોગસ બાનાખત રજૂ કર્યું હતું.જે બાનાખતમાં સહી ખોટી હોવાનું દિલીપ સોનીએ દાવો કરી કોર્ટને હસ્તાક્ષર તપાસવા રજૂઆત કરી હતી. જેનો ભૂપેન્દ્ર શાહે વિરોધ કર્યો હતો.દિલીપ સોનીની સહીની ખરાઇ માટે ફોરેન્સિક નિષ્ણાતનો અભિપ્રાય આવી જતાં અને સહી બોગસ હોવાનું જણાતાં તેને આધારે ગોત્રી પોલીસે બિલ્ડર ભૂપેન્દ્ર શાહ સહિત ચાર સામે ગુનો નોંધ્યો હતો.

ગોત્રીના પીએસઆઇ બીવી જાડેજાએ ભૂપેન્દ્રશાંતિલાલ શાહ(સુદેવ ડુપ્લેક્સ,કસ્તુરી નગર,શ્રેયસ સ્કૂલ પાછળ,માંજલપુર) અને દસ્તાવેજને નોટરી કરનાર વિજય ડી પંચાલ (ગ્રામ  પંચાયત શોપિંગ સેન્ટર,નવા બસસ્ટેન્ડ પાસે,છાણી)ની ધરપકડ કરી છે.જ્યારે ભૂપેન્દ્રની ભાગીદાર મયૂરિકા શાંતિલાલ શાહ(રતિલાલ પાર્ક,વાઘોડિયારોડ) અને બોગસ બાનાખતમાં સહી કરનાર પી કે મોરેની તપાસ કરવામાં આવી રહી છે.