Gujarat
સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે બે એકાઉન્ટ ખોલાવ્યા
By GS TEAM
16 Dec 20251 min read

વડોદરા,સાયબર ફ્રોડના રૃપિયાના ટ્રાન્જેક્શન માટે એચ.ડી.એફ.સી. બેન્કમાં એકાઉન્ટ ઓપન કરાવનાર સામે બાપોદ પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
મ્યુલ એકાઉન્ટની તપાસ દરમિયાન પોલીસને આજવા રોડની એચ.ડી.એફ.સી. બેન્ક એકાઉન્ટની વિગતો મળી હતી. આ એકાઉન્ટમાં તા. ૧૨ - ૦૪ - ૨૦૨૫ ના રોજ એક લાખ જમા થયા હતા. આ એકાઉન્ટના અનઓથોરાઇઝ ટ્રાન્જેક્શનની ફરિયાદ મહારાષ્ટ્રમાં નોંધાઇ હતી. વર્ષ - ૨૦૨૫ દરમિયાન આ એકાઉન્ટમાં ૧૦.૭૧ લાખ રૃપિયા જમા થયા હતા. એકાઉન્ટ ધારકનું નામ સરવરખાન અયુબખાન પઠાણ (રહે. જૂની મસ્જિદ પાસે, એકતાનગર, આજવા રોડ) હોવાનું જણાઇ આવ્યું હતું. તેમજ તેની માતા બિલ્કિશબાનુના એચ.ડી.એફ.સી. બેન્કના એકાઉન્ટમાં પણ આ વર્ષે ૮ લાખ ઉપરાંતની રકમ જમા થઇ હતી. બિલ્કિશબાનુએ પોલીસને જણાવ્યું હતું કે, હું એક પણ ધોરણ ભણી નથી. મારૃં એકાઉન્ટ મારો દીકરો ઓપરેટ કરતો હતો.









