પાકિસ્તાન ની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો 4 વર્ષે આજે વતન પહોંચ્યા, લાગણીસભર દ્રશ્યો સર્જાયા
રાજકોટઃ સૌરાષ્ટ્રના 20 માછીમારો ચાર વર્ષ સુધી પાકિસ્તાનની જેલમાંથી છૂટ્યા બાદ આજે સવારે તેમના વતન ગિરસોમનાથ જિલ્લામાં પહોંચ્યા ત્યારે લાગણી સભર દ્રશ્યો સર્જાયાં હતા. પાકિસ્તાનમાં 600 જેટલા ભારતીય માછીમારો 3 કે 4 વર્ષથી જેલમાં બંધ છે ભારત સરકારના સતત દબાણ બાદ માત્ર 20 માછીમારો ને ગત સોમવારે મુકત કરાયા બાદ વાઘા બોર્ડર પર બીએસએફ ને સોંપ્યા હતા. અમૃતસરથી વડોદરા સુધી ટ્રેન માં આવ્યા બાદ ત્યાંથી ગતરાત્રી એ બસમાં વેરાવળ પહોંચ્યા હતા. આજે સવારે માછીમારો તેમના ગામ પહોંચતા ભારે લાગણી સભર દ્રશ્યો જોવા મળ્યા હતા.હજુ 580 જેટલા માછીમારો પાકિસ્તાન માં બંધ છે.