Get The App

MSUની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની પર વિધર્મી ટયૂશન શિક્ષકનું દુષ્કર્મ

પાદરાના કાસમ ચૌહાણે ૧૯ વર્ષની વિદ્યાર્થિનીને ફોટા બતાવી ધમકી આપી ઃ શિક્ષકની આખરે ધરપકડ

Updated: Mar 5th, 2025

GS TEAM


Google News
Google News
MSUની પ્રથમ વર્ષની વિદ્યાર્થીની પર વિધર્મી ટયૂશન શિક્ષકનું દુષ્કર્મ 1 - image

વડોદરા, તા.5 એમ.એસ. યુનિવર્સિટીમાં કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીને ફસાવી વિધર્મી ટયૂશન શિક્ષકે ચાપડ ગામની સીમમાં લઇ જઇ ઝાડીઓમાં વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ મુદ્દે ગઇરાત્રે પોલીસ સ્ટેશન બહાર ભારે હોબાળો થતા પોલીસે ફરિયાદ દાખલ કરી વિધર્મી શિક્ષકની ધરપકડ કરી હતી.

પાદરામાં રહેતી ૧૯ વર્ષની વિદ્યાર્થિનીએ અટલાદરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે હાલમાં હું કોમર્સના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. ધોરણ-૧૧ અને ૧૨માં હું પાદરામાં અંબાસકી વિસ્તારમાં રહેતા ટયૂશન શિક્ષક કાસમ સલીમ ચૌહાણના ઘેર ટયૂશન માટે જતી હતી ત્યારથી હું તેને ઓળખતી હતી. યુનિવર્સિટીમાં મેં પ્રવેશ મેળવ્યા બાદ છેલ્લા છ માસથી કાસમ મારી સાથે ફોન પર વાત કરતો હતો. ઓક્ટોબર-૨૦૨૪માં તે એમ.એસ. યુનિવર્સિટીમાં આવ્યો હતો અને તેની બાઇક પર મને છાણી તરફ ફરવા લઇ ગયો હતો.

નવેમ્બર-૨૦૨૪માં મને પાદરા બસ ડેપોથી ફરવા જઇએ છે તેમ કહી ચાપડ ગામ તરફ લઇ જઇ ઝાડીઓમાં અગાઉ મારી સાથેના તેના ફોટા બતાવી આ ફોટા ઘરના લોકોને બતાવી દઇશ તેવી ધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ પણ હું કોલેજ જવા નીકળું ત્યારે પણ તે બાઇક પર લઇ જતો અને ચાપડ પાસેની ઝાડીઓમાં દુષ્કર્મ ગુજારતો હતો. છેલ્લા બે માસથી મને માસિક નહી આવતા મારી માતા મુંઝાઇ હતી અને મારી પૂછપરછ કરતાં આખરે મેં તેને સમગ્ર હકીકત જણાવી હતી.

વિધર્મી ટયૂશન શિક્ષકે વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજાર્યું હોવાની વાત વાયુવેગે ફેલાઇ જતા હિન્દુ સંગઠનો અટલાદરા પોલીસ સ્ટેશનમાં ગઇકાલે ઉમટી પડયા હતાં. પોલીસે આ અંગે ફરિયાદ નોંધી આખરે કાસમ ચૌહાણની ધરપકડ કરી  હતી. પોલીસે જણાવ્યું હતું કે કાસમે એલએલબી અને એલએમએમ કર્યું છે.

પ્રેગ્નન્સી ના રહે તે માટે કાસમે વિદ્યાર્થિનીને ગોળીઓ આપી

પાદરાની વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારનાર ટયૂશન શિક્ષક કાસમ ચૌહાણના દુષ્કૃત્યનો ભોગ બન્યા બાદ વિદ્યાર્થિનીને માસિક આવ્યું ન  હતું જેની જાણ કાસમને કરતાં તેણે ગોળીઓ આપી હતી, વિદ્યાર્થિનીએ ગોળીઓ લીધી છતાં માસિક આવ્યું ન  હતું. જેની જાણ પણ કાસમને કરતાં તા.૨૮ ફેબુ્રઆરીના રોજ કાસમ વિદ્યાર્થિનીને ચાપડ લઇ ગયો હતો અને પ્રેગ્નન્સી કીટ લઇને આપી ઘેર જઇને ચેક કરી લેજે તેવી સલાહ આપી હતી. વિદ્યાર્થિનીએ પ્રેગ્નન્સી  ટેસ્ટ કરતા નેગેટિવ આવ્યો હતો. જો કે લાંબા સમયથી માસિક નહી આવતા માતાને ખબર પડી હતી અને કાસમના દુષ્કૃત્ય ખુલ્લુ પડી ગયું હતું.

Tags :