Gujarat

ધ્રાંગધ્રા - હળવદ હાઇવે પર જીનમાં ચોકીદાર પર ટ્રક ફરી વળતા મોત

By GS TEAM
2 Dec 20251 min read
ધ્રાંગધ્રા - હળવદ હાઇવે પર જીનમાં ચોકીદાર પર ટ્રક ફરી વળતા મોત

ટ્રક ચાલકની બેદરકારીથી અકસ્માત 

ખાટલામાં સુતેલા આધેડ પર ટ્રક ચડાવી દેતા ગંભીર ઇજાથી સારવાર દરમિયાન મોત થતાં ચાલક સામે ગુનો

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા હાઈવે પર આવેલા ગોપીનાથ જીનમાં અકસ્માતમાં આધેડ ચોકીદારનું મોત મોત થયું છે. આ માલે પોલીસે ટ્રક ચાલક સામે ફરિયાદ નોંધાઇ છે.

 ગત તા.૨૫ નવેમ્બરના રોજ ધ્રાંગધ્રા-હળવદ હાઈવે પર આવેલા ગોપીનાથ જીનમાં ચોકીદાર તરીકે નોકરી કરતા વિહાભાઈ ઉર્ફે વિજયભાઈ માંડણભા ગઢવી (ઉ.વર્ષ ૬૩) રાબેતા મુજબ પોતાની ફરજમાં હાજર હતા અને જીનના કમ્પાઉન્ડમાં ખાટલા પર સુતા હતા. તે દરમિયાન જીનમાં કપાસ ભરવા આવેલા ટ્રક ચાલકે બેદરકારીથી અને પુરઝડપે ટ્રક ચલાવી ખાટલામાં સૂતેલા આધેડ ચોકીદાર પર ચડાવી દેતા આધેડને ગંભીર ઇજા થતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમિયાન આધેડનું મોત નિપજ્યું હતું. જેને લઈ ટ્રક ચાલક સામે મૃતકના ભત્રીજા નિલેશભાઈ ગઢવી દ્વારા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે.