Get The App

૨૦ લાખનો દારૃ મોકલનાર આરોપીની શોધખોળ શરૃ

Updated: Sep 11th, 2018

GS TEAM


Google News
Google News

 વડોદરા,તા,11,સપ્ટેમ્બર,મંગળવાર૨૦ લાખનો દારૃ મોકલનાર આરોપીની શોધખોળ શરૃ 1 - image

રાજસ્થાનથી ટ્રકમાં દારૃ ભરીને ચિલોડા તરફ જતી ટ્રક સાથે પકડાયેલા બે આરોપીઓને પોલીસે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ મેળવ્યા છે.

આ અંગેની વિગત એવી છે કે રૃપિયા ૨૦.૨૫ લાખના દારૃ અને ટ્રક સાથે ક્રાઈમ બ્રાંચે બે આરોપીઓ ૧. સંદિપ ઓમપ્રકાશ રહે. ગામ રાકડો તા.બુહાના રાજસ્થાન અને ૨. સંદિપકુમાર અગરસીંગ જાટ (રહે. ગામ ઘરડાના પુડે તા.બુહાના રાજસ્થાન)ને પકડયા હતા. બંને આરોપીઓને કોર્ટમાં રજુ કરીને પોલીસે રિમાન્ડ માંગતા જણાવ્યું હતું કે, હરિયાણાના સંદિપસિંહ જાટ પાસેથી દારૃ લાવ્યા હોવાનું આરોપી જણાવતો હોય તે બાબતે તપાસ કરવાની છે. ટ્રકના માલિકની શોધખોળ કરવાની છે. દારૃ ક્યાં અને કોને આપવાનો હતો? આરોપીઓએ અગાઉ કેટલી વખત દારૃની હેરાફેરી કરી છે. આરોપીઓના મોબાઈલ ફોનની કોલ ડિટેઈલ્સ મેળવવાની છે? કોર્ટે આરોપીઓના ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.


Tags :