- વાસદ- બગોદરા સ્ટેટ હાઈવે ઉપર
- 320 પેટી દારૂ સહિત 64 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ડ્રાઈવર અને ક્લીનરની અટકાયત : 4 વિરૂદ્ધ ગુનો
વાસદ ટોલનાકાથી બગોદરા તરફ કન્ટેનરમાં દારૂ ભરી જવાનો હતો. ત્યારે આણંદ એલસીબી પોલીસની ટીમ વાસદ ટોલનાકા નજીક ક્લોથ ફેક્ટરી સામે વોચમાં હતી. દરમ્યાન ટ્રકને અટકાવી ચાલક અને ક્લીનર ભવાનીસિંહ ડુંગરસિંહ રાવત અને વિજયસિંહ દોલતસિંહ રાવત બંને રહે. રાજસ્થાનવાળાની અટકાયત કરી હતી.
પોલીસે કન્ટેનર ટ્રકના દરવાજાનું સીલ તોડાવી અંદર તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. પોલીસે ટ્રકમાંથી ૩૨૦ નંગ વિદેશી દારૂની પેટીઓ જેની અંદાજીત કિંમત કિંમત રૂપિયા ૩૩,૯૧,૯૨૦નો જથ્થો, ટ્રક સહિત ૬૪,૦૧,૯૨૦નો મુદ્દા માલ કબજે કર્યો હતો. વધુ પૂછપરછ કરતા રાજસ્થાનના ફતેસિંહે ફોન ઉપર વાત કરી ખેડા હાઇવે નજીકથી ખાલી ટ્રક આપી દમણ જવા કહ્યું હતું. જોન્ટીભાઈનો નંબર આપી તેની સાથે વાત કરી લેવા કહી દમણથી દારૂ ભર્યા બાદ ગુજરાતના જે લોકેશન ઉપર કહે ત્યાં ખાલી કરવાનો હતો. જેથી જોન્ટીભાઈનો સંપર્ક કરતા તેઓએ ટ્રક લઈ જઈ દમણથી વિદેશી દારૂ ભરી આપી વાપી નજીક ટ્રક સોંપી હતી. જોન્ટીભાઈએ લોકેશન આપે તે મુજબ તેઓ આગળ વધી રહ્યા હોવાની કબુલાત કરી હતી. પોલીસે ટ્રક ચાલક તથા ક્લીનર અને રાજસ્થાનના ફતેસિંહ તથા જોન્ટીભાઈ નામના શખ્સ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


