ધોલેરા-ધંધુકા રોડ પરથી દારૂ-બિયર ભરેલો ટ્રક ઝડપાયો
- ટ્રક ચાલક ટ્રક મૂકી નાસી છૂટયો
- ધોલેરા પોલીસે દારૂ, બિયર અને ટ્રક મળી રૂ. 50.78 લાખનો મુદ્દામાલ કબજે લીધો
ભાવનગર : ધોલેરા-ધંધુકા રોડ પર આવેલા બિલ્ડીંગ પાસેથી વિદેશી દારૂ અને બિયરના ટીન નો જથ્થો ભરેલા ટ્રેકને ધોલેરા પોલીસે ઝડપી પાડયો હતો.જ્યારે ટ્રક ચાલક ફેરા થઈ ગયો હતો.
ધોલેરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે દરમિયાન બાતમી મળી હતી કે, ધોલેરા-ધંધુકા રોડ પર એબીસીડી બીલ્ડીંગ નજીક રોડ ઉપર ટાટા મોટર્સ કંપનીનુ બંધ બોર્ડીનુ ટ્રક કન્ટેનર નંબર એમએચ-૦૧-એએફ-૩૭૩૬ પડેલુ છે. જેમા વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. જે હકિકતના આધારે દરોડો પાડી ટ્રકના કન્ટેનરના તાળા તોડી તલાસી લેતા વિદેશી દારૂ અને બિયરના ટીન મળી કુલ ૯૪૨૦ નંગ મળી આવતા પોલીસે દારૂ બિયર અને ટ્રક મળી કુલ રૂ.૫૦,૭૮,૪૦૦નો મુદ્દામાલ કબ્જે લીધો હતો. જ્યારે ટ્રક ચાલક ફરાર થઈ જતા પોલીસે ધોલેરા પોલીસ મથકમાં ટ્રક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.