એક્સિડન્ટ કરકે ક્યોં ભાગા..તેમ કહી છાણી હાઇવે પર ટ્રક ડ્રાઇવર-ક્લિનરને લૂંટી સ્કૂટર સવાર 3 લૂંટારા ફરાર
વડોદરાઃ છાણી હાઇવે પર ગઇ મધરાતે સ્કૂટર સવાર ત્રણ લૂંટારાએ એક ટ્રકના ડ્રાઇવર-ક્લિનરને લૂંટી લેતાં પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
મહારાષ્ટ્રના બિડ જિલ્લાના પીંંપનેર ગામે રહેતા અભિષેક દત્તાત્રેય લાડેએ પોલીસને કહ્યું છે કે,ગઇરાતે હું તેમજ મારી સાથે દિનાનાથ લાડે ટ્રક લઇને છાણી જીએસએફસી બ્રિજ પાસેથી પસાર થતા હતા ત્યારે સ્કૂટર પર આવેલા ત્રણ જણાએ અમને રોક્યા હતા.
એક જણાએ એક્સિડન્ટ કરકે ક્યોં ભાગા..તેમ કહી રોકડા રૃ.૩૮૦૦ અને મોબાઇલ લૂંટી લીધા હતા.જ્યારે,દિનાનાથ પાસે પણ રોકડ અને મોબાઇલ મળી કુલ રૃ.૧૪૮૦૦ ની મત્તા લૂંટી ત્રણેય ફરાર થઇ ગયા હતા.જેથી છાણી પોલીસે તપાસ હાથ ધરી છે.