Get The App

વડોદરામાં કોંક્રિટ ભરીને જતી ટ્રકે બાળકીને સ્કૂલે મૂકવા જતી માતાને અડફેટે લીધી, એકનું મોત

Updated: Sep 9th, 2024

GS TEAM


Google News
Google News
Road Accident In Vadodara


Road Accident In Vadodara: ગુજરાતમાં દિવસેને દિવસે રોડ અકસ્માત અને હિટ એન્ડ રનની ઘટનાઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. ત્યારે વડોદરાના ગોત્રી નીલાંબર સર્કલ નજીક ટુ વ્હીલર પર બાળકીને સ્કૂલે મૂકવા જતી માતાને કોંક્રિટ ભરીને જતી ટ્રકે અડફેટે લીધી હતી. જેમાં મહિલાનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે બાળકી ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે.

ટ્રક ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું

મળતી માહિતી અનુસાર, વડોદરાના ગોત્રી નીલાંબર સર્કલ નજીક નશાની હાલતમાં કોંક્રિટ મિક્સર ટ્રક ચાલાકે ટુ વ્હીલર પર જતી માતા-પુત્રીને અડફેટે લીધી હતી. જેમાં કોંક્રિટ મિક્સર ટ્રકનું ટાયર મહિલાના માથાના ભાગે ફરી વળતા હિમાલીબેન પાઠકનું ઘટનાસ્થળે મૃત્યુ નિપજ્યું હતું. આ ઘટનાની જાણ થતા મહિલાના પરિજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ અંગે જાણ થતા ગોત્રી પોલીસ સ્થળ પર પહોંચીને તપાસ હાથ ધરી હતી. ટ્રક ચાલકને લોકોએ પકડી પોલીસને સોંપ્યો હતો. વાહન ચાલક નશો કરેલી હાલતમાં હોવાનું સામે આવ્યું હતું.

આ પણ વાંચો: સુરતના પથ્થરમારાની ઘટના બાદ ગૃહ મંત્રીએ કહ્યું- 'કાયદામાં રહેશે તે ફાયદામાં રહેશે'


રવિવારે બે અલગ અલગ અકસ્માતમાં 5ના મોત

ઉલ્લેખનીય છે કે, રવિવારે (આઠમી સપ્ટેમ્બર) મોરબી-વાંકાનેર હાઇવે રોડ પર ડમ્પર અને કાર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં ત્રણ લોકોના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યાં છે. જ્યારે ત્રણને ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હાતા. જ્યારે ગાંધીનગર-મહુડી હાઈવે પર પીપળજ પાસે મર્સિડીઝ કાર અને અન્ય વાહનો સાથે અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર અકસ્માતમાં 2 મહિલાના ઘટના સ્થળે મોત નિપજ્યા હતા. આ પછી અકસ્માતને અંજામ આપી મર્સિડીઝ ચાલક ફરાર થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરામાં કોંક્રિટ ભરીને જતી ટ્રકે બાળકીને સ્કૂલે મૂકવા જતી માતાને અડફેટે લીધી, એકનું મોત 2 - image


Tags :