Gujarat

વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

By GS TEAM
30 Nov 20251 min read
વાલ્મિકી-ઠાકોર સમાજના મુક્તિધામમાં અસુવિધાઓથી હાલાકી

- દસડા તાલુકાના ખારાઘોડા ગામમાં

- મોક્ષધામમાં લાકડા રાખવાની અને બેસવાની વ્યવસ્થા ન હોવાથી ડાઘુઓને હાલાકી

પાટડી : દસાડા તાલુકાના ખારાઘોડા ગામમાં વાલ્મિકી અને ઠાકોર સમાજના મુક્તિધામમાં લાકડા રાખવાની અને બેસવાની વ્યવસ્થાના અભાવે ડાઘુઓને હાલાકી પડી રહી છે. જવાબદાર તંત્ર દ્વારા મુક્તિધામમાં તાત્કાલિક યોગ્ય વ્યવસ્થા ઉભી કરવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે.

દસાડા તાલુકાના કચ્છના નાના રણ વિસ્તારમાં આવેલા ખારાઘોડા ગામમાં સુવિધાઓના અભાવે લોકોને હાલાકી પડી રહી છે. ગામમાં આવેલા વાલ્મિકી અને ઠાકોર સમાજના મોક્ષધામ (સ્મશાન)માં યોગ્ય વ્યવસ્થા ન હોવાથી અંતિમવિધિ માટે આવતા ડાઘુઓ અને સગા-સંબંધીઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને, સ્મશાનમાં લાકડાં રાખવાની પૂરતી જગ્યા નથી. ચોમાસા દરમિયાન જો કોઈનું મૃત્યુ થાય તો ઠાકોર સમાજ અને વાલ્મિકી સમાજના સ્મશાનમાં બેસવાની વ્યવસ્થા સહિત લાકડાં પણ સરખી રીતે ઉપલબ્ધ હોતા નથી. આ કારણે અગ્નિદાહ આપવામાં પણ મુશ્કેલી સર્ર્જાય છે, જેનાથી લોકોમાં રોષની લાગણી છે.