Gujarat

VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા ત્રિપલ તલાક!

By GS TEAM
5 May 20262 mins read
TukuTouch Logo
અમદાવાદમાં દહેજની માંગણી અને ત્રિપલ તલાકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફતેવાડીમાં રહેતા સાસરિયાઓએ પરિણીતા પાસે મકાન અને એસી જેવા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં નણંદના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા સાસરિયાઓએ પરિણીતાના પિયરમાં જઈને મારઝૂડ કરી હતી. આ દરમિયાન પતિએ ત્રણ વખત તલાક બોલીને સંબંધ કાપી નાખતા સમગ્ર મામલે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | અમદાવાદ: પરિણીતાએ નણંદનું પ્રેમપ્રકરણ છતું કર્યું, પતિએ દહેજ માંગણી અને મારઝૂડ કરી આપી દીધા ત્રિપલ તલાક!

Triple Talaq Case in Ahmedabad: અમદાવાદમાં દહેજની માંગણી અને ત્રિપલ તલાકનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. ફતેવાડીમાં રહેતા સાસરિયાઓએ પરિણીતા પાસે મકાન અને એસી જેવા દહેજની માંગણી કરી શારીરિક અને માનસિક ત્રાસ આપ્યો હતો. એટલું જ નહીં નણંદના પ્રેમપ્રકરણની જાણ થતાં ઉશ્કેરાયેલા સાસરિયાઓએ પરિણીતાના પિયરમાં જઈને મારઝૂડ કરી હતી. આ દરમિયાન પતિએ ત્રણ વખત તલાક બોલીને સંબંધ કાપી નાખતા સમગ્ર મામલે પોલીસ ચોપડે ફરિયાદ નોંધાઈ છે.


પતિના નામે મકાન અને નવુ AC લઈ આપવા પરિણીતા પર દબાણ

અમદાવાદ શહેરના જુહાપુરાના ફતેવાડીમાં વિસ્તારમાં રહેતી 20 વર્ષીય યુવતીના લગ્ન ગત 20 ડિસેમ્બર 2024ના રોજ ફતેવાડીમાં જ રહેતા અબ્દુલસમદ યુસુફ શેખ સાથે સમાજના રીતિ-રિવાજ મુજબ થયા હતા. લગ્નના એક મહિના સુધી બધું સારું ચાલ્યા બાદ સાસુ, સસરા અને નણંદે 'દહેજ ઓછું લાવી છે તારા પિતાએ મકાન નથી આપ્યું' તેમ કહી મેણા ટોણા મારવાનું શરૂ કર્યું હતું. આમ, સાસરિયા પક્ષ દ્વારા પરિણીતાને મકાન પતિના નામે કરવા અને નવું એસી લાવવા દબાણ કરતા હતા અને ઘરકામમાં નાની-મોટી ભૂલો કાઢીને પરિણીતાને ગાળો ભાંડીને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. 

ફરિયાદ અનુસાર, નણંદનું અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેર હોવાની જાણ થતાં પરિણીતાએ આ બાબતે સાસરિયાઓને વાત કરી હતી. જેની અદાવત રાખીને ગત 30-10-2025ના રોજ પતિએ પરિણીતાને ફોન કરીને સાસરીમાંથી પિયરમાં બોલાવી હતી. પરિણીતા જ્યારે પોતાના પિતાના ઘરે પહોંચી ત્યારે ત્યાં તેનો પતિ, સાસુ-સસરા અને નણંદ પહેલેથી જ હાજર હતા. નણંદના અફેરની વાતની દાઝ રાખીને પતિ અને સાસરિયા પક્ષે પરિણીતાને ગાળો આપી અને ઢોર માર માર્યો હતો. બુમાબુમ થતાં પાડોશીઓ પણ ભેગા થઈ ગયા હતા. 

આ પણ વાંચો: અમદાવાદ: ગર્લફ્રેન્ડના શોખ પૂરા કરવા સ્પોર્ટ્સ બાઇક ચોરતી ગેંગ ઝડપાઈ, 12 બાઇક સાથે ત્રણની ધરપકડ

આ દરમિયાન પતિ અબ્દુલસમદે પરિણીતાના માતા-પિતા અને પાડોશીઓની હાજરીમાં જ ત્રણ વખત તલાક, તલાક, તલાક બોલીને તલાક આપ્યો હતો. ત્યારબાદ જો હવે અમારા ઘરે આવીશ તો જાનથી મારી નાખીશું તેવી ધમકી આપી તેઓ ત્યાંથી જતા રહ્યા હતા. સમગ્ર મામલે પરિણીતાએ સાસરિયા પક્ષ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.