Get The App

ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત

Updated: Nov 17th, 2025

GS TEAM

Google News
Google News
ચોટીલા હાઈવે પર આઈશર, એસટી બસ અને ટ્રક વચ્ચે ત્રિપલ અકસ્માત 1 - image

- આઈશર ચાલકનો પગ ભારે જહેમત બાદ લોકોએ કાઢ્યો

- આઈશર પાછળથી ઘૂસી જતા એસટી બસ અગાળ ઉભેલી ટ્રક સાથે અથડાઈ : 5 મુસાફરને સામાન્ય ઈજા

સુરેન્દ્રનગર : સુરેન્દ્રનગર જિલ્લામાં અકસ્માતના બનાવો વધી રહ્યાં છે. ચોટીલા નેશનલ હાઈવે પર મોટી વાડી વિસ્તાર પાસે ત્રીપલ અકસ્માત સર્જાયો હતો. એસ.ટી.બસ, ટ્રક અને આઇશર વચ્ચે અકસ્માતમાં મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. સદનસીબે કોઈ જાનહાનિનો બનાવ ન બનતા મોટી દુર્ઘટના ટળી હતી.

જામજોધપુરથી સુરત તરફ જઈ રહેલી એસટી બસ ચોટીલા હાઈવે પર પહોંચી ત્યારે મોટી વાડી વિસ્તાર પાસે એસ.ટી.બસ પાછળ આઈશર ઘુસી જતા એસ.ટી.બસ આગળ ઉભેલી ટ્રક સાથે ધડાકાભેર અથડાતા અકસ્માત સર્જાયો હતો. ત્રીપલ અકસ્માતને પગલે એસ.ટી. બસમાં સવાર મુસાફરોએ બુમાબુમ કરી મૂકવા સાથે ભયનો માહોલ સર્જાયો હતો. અકસ્માતમાં એસ.ટી.બસના ડ્રાઈવર સહિત બસમાં સવાર ચારથી પાંચ મુસાફરોને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. આઈશર વાહન એસ.ટી.બસ પાછળ ઘૂસી જતા આઈશર ચાલકનો પગ ફસાઈ જતા ભારે જહેમત બાદ અન્ય લોકોની મદદથી બહાર કાઢવામાં આવ્યો હતો. વાહનો પણ મોટા પ્રમાણમાં ક્ષતિગ્રસ્ત થયા હતા. અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામના સર્જાયો હતો. બનાવની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને ટ્રાફિકને હળવો કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો.