Get The App

રાજુલા પાસે એસ.ટી. બસ-કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, 3ના કરૂણ મોત

Updated: May 14th, 2025

GS TEAM


Google News
Google News
રાજુલા પાસે એસ.ટી. બસ-કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, 3ના કરૂણ મોત 1 - image


Accident on Somnath Nation Hiway: અમરેલી-ભાવનગર-સોમનાથ નેશનલ હાઇવે પર રાજુલા નજીક ત્રિપલ અકસ્માત સર્જાયો છે. આ અકસ્માત રાજુલા-જાફરાબાદ રૂટની એસ.ટી. બસ, કાર અને બાઇક વચ્ચે સર્જાયો છે. જેમાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતાં પોલીસ કાફલા સહિત આસપાસમાંથી લોકોનું ટોળું દોડી આવ્યું હતું. 

રાજુલા પાસે એસ.ટી. બસ-કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, 3ના કરૂણ મોત 2 - image

પ્રાપ્ત માહિતી અનુસાર, રોંગ સાઇડમાંથી આવી રહેલી સ્વીફ્ટ કાર એસ.ટી. બસ સાથે ટકરાતા કારમાં સવાર ત્રણેય લોકોના મોત નીપજ્યા હતા. જ્યારે બાઇક ચાલક બસની પાછળ ઘૂસી જતાં ઇજા પહોંચી હતી. કારમાં સવાર લોકો દીવ તરફથી આવી રહ્યા હતા. મૃતકો પાદરાના રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. અકસ્માતની જાણ થતાં એસટી ડેપોના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

રાજુલા પાસે એસ.ટી. બસ-કાર અને બાઇક વચ્ચે ત્રિપલ અકસ્માત, 3ના કરૂણ મોત 3 - image


Tags :