Gujarat

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ચોરાઉ બ્રાસસ્ક્રેપ સાથે નીકળેલી બે મહિલા સાથેની ત્રિપુટી ઝડપાઈ

By GS TEAM
1 Sep 20251 min read
TukuTouch Logo
જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 ગોલ્ડન કારખાનાની સામે આવેલા એસ.કે.લોજેસ્ટીકમાં ઓફિસના ગ્રાઉન્ડમાં રાખેલ બ્રાસ સ્ક્રેપ 115 કીલો, લોખંડની ડાઇ વગેરે મળીને રૂ.1,59,225 ની કિંમતના મુદામાલની ચોરી થઈ ગયા ગયાની વેપારી જીતેનભાઈ ચન્દ્રકાંતભાઈ વારીયાએ ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાંખીને બે મહિલાઓ સાથેની ત્રિપુટીને ઝડપી લઈને રૂ.1.60 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર નજીક દરેડ વિસ્તારમાંથી ચોરાઉ બ્રાસસ્ક્રેપ સાથે નીકળેલી બે મહિલા સાથેની ત્રિપુટી ઝડપાઈ

Jamnagar Crime : જામનગરના દરેડ જીઆઈડીસી ફેસ-2 ગોલ્ડન કારખાનાની સામે આવેલા એસ.કે.લોજેસ્ટીકમાં ઓફિસના ગ્રાઉન્ડમાં રાખેલ બ્રાસ સ્ક્રેપ 115 કીલો, લોખંડની ડાઇ વગેરે મળીને રૂ.1,59,225 ની કિંમતના મુદામાલની ચોરી થઈ ગયા ગયાની વેપારી જીતેનભાઈ ચન્દ્રકાંતભાઈ વારીયાએ ફરિયાદ નોંધાવી હતી. જે ચોરીનો પોલીસે ભેદ ઉકેલી નાંખીને બે મહિલાઓ સાથેની ત્રિપુટીને ઝડપી લઈને રૂ.1.60 લાખનો મુદામાલ કબજે કર્યો છે.

જામનગરના પંચકોશી બી. ડિવિઝનના પી.આઈ. વી.જે.રાઠોડ, તેમજ તેમના સ્ટાફે તપાસ હાથ ધરી હતી. જેમાં ચોરીમાં ગયલો મુદામાલ એક ત્રણ વ્હીલવાળી સાયકલમાં રાખી બે મહિલાઓ અને એક પુરૂષ દરેડ ગામેં ખોડીયાર માતાજીના મંદિર સામે રોડ ઉપર ઉભા છે અને મુદામાલની વેચવાની પેરવી કરતા હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડ્યો હતો.

 જ્યાંથી આરોપી તુલસી હરીષભાઈ ભાટી, અને બે મહિલાઓને ઝડપી લીધા હતા. જેના કબજામાંથી ચોરાઉ બ્રાસસ્કેપનો 115 કીલો. લોખંડની 4 ડાઇ, ત્રણ વ્હીલવાળી એક સાયકલ મળીને રૂ.1,60,725 નો મુદામાલ કબજે કરી લીધો હતા. તેઓએ ઉપરોક્ત માલસામાનની ચોરી કરી લીધી હોવાનું અને વેચવા જવાની પેરવી કરતા હોવાનું કબૂલ્યું છે.