Get The App

ડભોઇ રોડના કારખાનામાંથી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ

ફેબ્રિકેશનનો સાડા ત્રણ લાખનો સામાન જપ્ત કરતી પોલીસ

Updated: May 27th, 2025

GS TEAM


Google News
Google News
ડભોઇ રોડના કારખાનામાંથી ચોરી કરનાર ત્રિપુટી ઝડપાઇ 1 - image

વડોદરા, કારખાનામાંથી ચોરી કરનાર ચોર ત્રિપુટીને પાણીગેટ પોલીસે ઝડપી પાડી સાડા ત્રણ  લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વાઘોડિયા ડભોઇ રીંગ રોડ શિલ્પગ્રામ સોસાયટીમાં રહેતા કમલેશકુમાર  બિંદ મૂળ યુ.પી.ના વતની છે. ડભોઇ  રોડ ગણેશ નગર શાક માર્કેટ  પાસે તેઓ જય અંબે ફેબ્રિકેશન નામનું કારખાનુ ચલાવે છે. ગત ૨૫ મી તારીખે તેઓ સાંજે સાત વાગ્યે કારખાનુ બંધ કરીને લોક મારી ઘરે ગયા હતા. બીજે દિવસે સવારે સાત વાગ્યે કારખાના પર ગયેલા કારીગર પપ્પુ બિંદે ફોન કરીને ચોરી થયાની જાણ કરતા તેઓ તરત જ કારખાને દોડી ગયા હતા. ચોર ટોળકી ફેબ્રિકેશનનો ૫૮ હજારનો સામાન ચોરી ગઇ હતી. જે અંગે કમલેશકુમારે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. દરમિયાન પાણીગેટ પોલીસે ચોરીના સ્થળ નજીક ફિટ કરેલા સીસીટીવી કેમેરાના ફૂટેજના આધારે તપાસ હાથ ધરી (૧) પંકજ કૈલાસભાઇ નિષાદ (૨)  અવનીશ રાયસાહબ સરોજ તથા (૩) શિવમ ઉર્ફે શિવો રમેશભાઇ રાઠોડ ( ત્રણેય  રહે. ગણેશ નગર,ડભોઇ  રોડ) ને ઝડપી પાડયા છે. પોલીસે  ત્રણેયની ધરપકડ કરી ૩.૫૮લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.


Tags :