Get The App

વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા

Updated: Oct 5th, 2025

GS TEAM

Google News
Google News
વૃદ્ધોને ભોળવી દાગીના ધોવાના બહાને સોનુ ઓગાળી લેતી ત્રિપુટીને પાસા 1 - image


ગાંધીનગરમાં પરપ્રાંતિય ટોળકીએ ત્રણ ગુના આચર્યા

એલસીબીએ પાસા વોરંટ બજાવીને બિહારના ત્રણ આરોપીઓને ભુજની પાલારા જેલ ખાતે મોકલી આપ્યા

ગાંધીનગર :  ગાંધીનગર શહેરમાં લિક્વિડના સેલ્સમેન હોવાની ઓળખ આપીને વૃદ્ધોના સોનાના દાગીના ધોઈ આપવાની લાલચ આપી સોનુ ઓગાળી લેતી ત્રિપુટી સામે કરાયેલી પાસા દરખાસ્તને મંજૂરી મળી જતા ગાંધીનગર એલસીબી દ્વારા આ ત્રણેય બિહારના આરોપીઓને ભુજની પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

ગાંધીનગર શહેરમાં થોડા સમય અગાઉ અલગ અલગ સેક્ટરમાં ફરીને લિક્વિડ કંપનીના સેલ્સમેન હોવાની ઓળખ આપીને ખાસ કરીને વૃદ્ધો સાથે વાતચીત કરી તેમના વાસણ ધોઈ આપ્યા બાદ વિશ્વાસ કેળવીને સોનાના દાગીના પણ ધોઈ આપતા હોવાનું કહીને તેમના સોનાના દાગીનામાંથી સોનું ઓગાળી લેવાની ત્રણ અલગ અલગ ઘટનાઓ બની હતી. જે સંદર્ભે સેક્ટર ૭ પોલીસ મથકમાં ગુનો દાખલ થયા બાદ ગાંધીનગર એલસીબી દ્વારા બિહારના ત્રણ આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા ત્યારે ગાંધીનગર શહેરમાં ફરીવાર આ પ્રકારના ગુનાઓ બને નહીં તે હતું તે ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીની સૂચનાને પગલે ગાંધીનગર એલસીબી પીઆઈ ડી.બી વાળાએ એલસીબીના એએસઆઈને આ આરોપીઓ સામે વિસ્તૃત વિગતો સાથેની પાસા દરખાસ્ત તૈયાર કરવા માટે સૂચના આપી હતી અને જે દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મોકલી આપવામાં આવતા મંજૂરી મળી જતા આ ટોળકીના ત્રણ આરોપી જીતેન્દ્રકુમાર ગીરો ભેરૃ મંડલ અને પંકજ ગીરો ભેરૃ મંડલ રહે. હરિનકોલ ગામ, થાના ધમદાહા તા. ધમદાહા જી. પુણયા બિહાર તથા અમિતકુમાર ભાગવત સતન મંડલ રહે. ગોવિંદપુર કોસલી મહોલ્લો વોર્ડ નં-૩, મદરોની ગામ થાના રંગરાચોક જી.ભાગલપુર બિહારની અટકાયત કરીને ભુજ ખાતે આવેલી પાલારા જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા છે.

Tags :