Gujarat

VIDEO | 'ભંગુરિયા' મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન

By GS TEAM
25 Feb 20262 mins read
TukuTouch Logo
હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદભૂત કલાકૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. આમ, હોળી પર્વને લઈને કવાંટ તાલુકાને અડીને આવેલા મધ્ય પ્રદેશના વખત ગઢમાં આજે(25 ફેબ્રુઆરી, 2026) 'ભંગુરિયા' મેળો યોજાયો છે. મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | 'ભંગુરિયા' મેળો: છોટાઉદેપુર અને MPના સરહદી વિસ્તારોમાં હોળીનો થનગનાટ, આદિવાસી સંસ્કૃતિના અનોખા દર્શન

Tribal Culture Of Chhota Udepur-Madhya Pradesh : હોળી-ધૂળેટીનો પર્વ નજીક છે, ત્યારે આદિવાસી બહુલ ધરાવતા છોટા ઉદેપુર સહિતના વિસ્તારોમાં લોકમેળાનું આયોજન કરવામાં આવતું હોય છે. જેમાં આદિવાસી દ્વારા પરંપરાગત વેશભૂષા સાથે અદભૂત કલાકૃતિ રજૂ કરવામાં આવતી હોય છે. હોળી એ આદિવાસીઓનો સૌથી મોટો અને લોકપ્રિય તહેવાર છે. આમ, હોળી પર્વને લઈને કવાંટ તાલુકાને અડીને આવેલા મધ્ય પ્રદેશના વખત ગઢમાં આજે(25 ફેબ્રુઆરી, 2026) 'ભંગુરિયા' મેળો યોજાયો છે. મેળામાં આદિવાસી યુવતીઓ એકસરખા વેશ ધારણ કરી ઢોલના તાલે નાચગાન કરતી જોવા મળે છે.


હોળી પૂર્વે યોજાતા 'ભંગુરિયા' મેળામાં છોટા ઉદેપુર-મધ્યપ્રદેશના આદિવાસી ઉમટ્યાં

'ભંગુરિયા' મેળામાં કવાંટ તાલુકા અને મધ્ય પ્રદેશમાંથી મોટી સંખ્યામાં આદિવાસી લોકો ઉમટી પડે છે. મેળામાં આદિવાસીઓ પોતાની સાંસ્કૃતિક પરંપરા અને એકસરખા વેશ ધારણ કરીને ઢોલ, માદંલ અને પીહાના તાલે નાચગાન કરતી જોવા મળે છે. 

હોળી પૂર્વેના સાત દિવસ સુધીના હાટ બજારોમાં આદિવાસીઓ પરંપરાગત વસ્ત્રો ધારણ કરી ઢોલ, વાંસળી અને કરતાલ સાથે નાચગાન કરે છે. આ સાથે હોળીના તહેવારની ખરીદી કરવાની પરંપરાને આજે પણ નિભાવી રહ્યા છે. 


આ પણ વાંચો: સાવધાન! ગુજરાતમાં 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની સ્પેશિયલ ડ્રાઇવ, નિયમ તોડવાની ભૂલ ના કરતા

15 દિવસ હોળી પર્વની ઉજવણી 

રાજા-રજવાડાના સમયથી શરૂ થયેલી ભંગોર રિયાસતના હાટ બજારો, હોળી પૂર્વે ભંગોરીયા મેળામાં પરિવર્તિત થાય છે. આમ આદિવાસીઓ હોળી પહેલાના સાત અને હોળી પછીના સાત આમ કુલ 15 દિવસ હોળીનો પર્વ ધામધૂમથી ઉજવતા હોય છે. અને હોળીના તહેવાર દરમિયાન વર્ષ સારું ગયું તે બદલ નાચગાન કરી પ્રકૃતિનો આભાર માનવામાં આવે છે.