Gujarat

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી

By GS TEAM
23 Aug 20251 min read
TukuTouch Logo
ફાયરશાખાની ટુકડીએ દોડી જઇ ઝાડની ડાળીઓ કાપીને રીક્ષાને બહાર કાઢી : ઉપરાંત રસ્તો પણ ખુલ્લો કરાવ્યો

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરના પટેલ કોલોની વિસ્તારમાં એક વૃક્ષ ધરાશાય થઈ જતાં રીક્ષા દબાઈ : સદભાગ્યે જાનહાની ટળી

Jamnagar : જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર 5 માં મેઈન રોડ પર ગઈકાલે રાતે એક ઝાડ વરસાદી વાતાવરણ અને પવનના કારણે ધરાસાઈ થઈ ગયું હતું. જેની નીચે એક રિક્ષા દબાઈ હતી.

 આ સમયે વોર્ડ નંબર ત્રણના કોર્પોરેટર સુભાષ જોષી તરત જ બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને સૌ પ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરતાં ફાયર શાખાના રાકેશ ગોકાણી સહિતની ટીમ બનાવના સ્થળે દોડી ગઈ હતી, અને કરવત વડે ઝાડની ડાળીએ કાપીને સૌપ્રથમ રસ્તો ખુલ્લો કરાવ્યો હતો. ઉપરોક્ત સ્થળે અબ્દુલ કાદર બ્લોચ નામના રીક્ષા ચાલક કે જેની જી.જે. 10 ટી.ઝેડ. 2428 નંબરની રીક્ષા ઝાડની ડાળીઓની નીચે દબાઈ હતી, પરંતુ સદભાગ્યે તેમાં કોઈ બેઠું ન હોવાથી જાનહાની ટળી હતી. ફાયર બ્રિગેડની ટીમે ઝાડની ડાળીઓ હટાવીને રિક્ષાને બહાર કાઢી આપી હતી, અને રસ્તો પણ ખુલ્લો કરાવ્યો હતો.