Get The App

અમદાવાદમાં BRTS બસમાં મફત મુસાફરીની વયમર્યાદામાં કરાયો ઘટાડો, હવે 65 વર્ષ બાદ વિનામૂલ્યે ફરી શકશો

Updated: Jul 3rd, 2025

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં BRTS બસમાં મફત મુસાફરીની વયમર્યાદામાં કરાયો ઘટાડો, હવે 65 વર્ષ બાદ વિનામૂલ્યે ફરી શકશો 1 - image


Ahmedabad News : ગુજરાતના અમદાવાદ સિટીમાં દોડતી BRTS બસમાં સિનિયર સિટીઝનની મફત મુસાફરીને લઈને તંત્ર દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં BRTS બસમાં મફતમાં મુસાફરીને લઈને સિનિયર સિટીઝનની વયમર્યાદમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ સાથે દિવ્યાંગ મુસાફરોને પણ સિટી બસમાં મફતમાં મુસાફરીનો લાભ મળશે.

BRTS બસમાં 65 વર્ષ બાદ વિનામૂલ્યે થશે મુસાફરી

મળતી માહિતી મુજબ, અમદાવાદના વિવિધ વિસ્તારોમાં શહેરીજનો માટેની BRTS બસમાં સિનિયર સિટીઝનની 75 વર્ષની વયમર્યાદા ઘટાડીને હવે 65 વર્ષ કરવામાં આવી છે. જેથી હવે 65 વર્ષ પછી સિનિયર સિટીઝન વિનામૂલ્યે મુસાફરી કરી શકશે.

બીજી તરફ, અગાઉ દિવ્યાંગોને 40 ટકા ખર્ચથી પાસ મળતા હતા. જ્યારે હવે દિવ્યાંજનો માટે પણ વિનામૂલ્યે સિટી બસમાં મુસાફરીની સુવિધા કરવામાં આવી છે. સિનિયર સિટીઝન અને દિવ્યાંગજનો તમામે દર વર્ષે પાસ રીન્યૂ કરવાનો રહેશે.

આ પણ વાંચો: ગુજરાતમાં આગામી 6 દિવસ 11થી વધુ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી, આજે 6 જિલ્લામાં રેડ ઍલર્ટ

અમદાવાદ શહેરમાં ઘણી વખત સિટી બસ ડ્રાઈવરની બેદરકારીની ઘટના સામે આવતી હોય છે. જેના કારણે અકસ્માતની ઘટના સર્જાતી હોય છે, ત્યારે છેલ્લા 4 વર્ષમાં BRTS બસના ડ્રાઈવરો વિરૂદ્ધમાં 792 જેટલી ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ લગભગ 2500 કર્મચારીઓની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. 

Tags :