એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરા અમદાવાદ વચ્ચેની મુસાફરી મોંઘી થઈ: ટોલ દરમાં વધારો
વડોદરા, તા. 30 માર્ચ 2019 શનિવાર
વડોદરાથી અમદાવાદ વચ્ચે સુપર એક્સપ્રેસ હાઇવે તેમજ એક્સપ્રેસ હાઇવે પર મુસાફરી મોંઘી બની છે. આ બંને એક્સપ્રેસ હાઇવે ઉપર બનેલા ટોલ પ્લાઝા પર વાહનો પાસેથી ઉઘરાવવામાં આવતા ટોલ દરમાં વધારો થયો છે.
વડોદરા અમદાવાદ વચ્ચેના જૂના એક્સપ્રેસ હાઇવે ઉપર વડોદરાથી અમદાવાદ વચ્ચે 105 રૂપિયા વસૂલાતો હતો પરંતુ આવતીકાલથી હવે 110 રૂપિયા ટોલ પ્લાઝા ઉપર લેવામાં આવશે. કાર, જીપ, વાન અથવા હળવા મોટર વાહન માટેનો છે.
આ ઉપરાંત અન્ય ભારે વાહનો માટેના દર પર વધારવામાં આવ્યા છે. તેવી જ રીતે વડોદરા અમદાવાદ વચ્ચેના નવા સુપર એક્સપ્રેસ હાઇવે પર કાર જીપ વાન અથવા અન્ય વાહનો પાસેથી વસૂલાતા ટોલના દરમાં પણ વધારો કરાયો છે. વડોદરાથી અમદાવાદ વચ્ચે હવે વધારે ટોલના દારો લેવામાં આવશે.