Gujarat

VIDEO | છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ

By GS TEAM
1 Apr 20262 mins read
TukuTouch Logo
છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી અમાનવીય ઘટના સામે આવી છે. 15થી વધુ અસામાજિક તત્ત્વોના ટોળાએ એક કિન્નરને રસ્તામાં આંતરી, તેને નગ્ન કરી બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ ક્રૂરતાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | છોટાઉદેપુર: ઢોર માર માર્યો, કપડાં ઉતરાવ્યા! બોડેલીમાં કિન્નર સાથે અત્યાચારનો વીડિયો વાઈરલ થતા ખળભળાટ

Chhota Udepur News : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી પંથકમાં એક રુંવાડા ઉભા કરી દે તેવી અમાનવીય ઘટના સામે આવી છે. 15થી વધુ અસામાજિક તત્ત્વોના ટોળાએ એક કિન્નરને રસ્તામાં આંતરી, તેને નગ્ન કરી બેરહેમીથી ફટકાર્યો હોવાની ઘટનાથી સમગ્ર જિલ્લામાં ખળભળાટ મચી ગયો છે. આ ક્રૂરતાના વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.

ઝંડ હનુમાનથી પરત ફરતી વખતે બની ઘટના

મળતી માહિતી મુજબ, પીડિત કિન્નર કુનાલભાઈ દરજી પંચમહાલ જિલ્લામાં આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ ઝંડ હનુમાન ખાતે દર્શન કરવા ગયા હતા. દર્શન કરીને પરત ફરી રહ્યા હતા ત્યારે પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની સરહદ પર 15થી વધુ શખસોના ટોળાએ તેમને ઘેરી લીધા હતા.

નગ્ન કરી લાકડીઓ વડે અત્યાચાર અને લૂંટનો આક્ષેપ

પીડિત કિન્નરે હૈયું હચમચાવી દે તેવા આક્ષેપો કરતા જણાવ્યું કે, "હુમલાખોરોએ મને રસ્તા પર રોકીને બેફામ ગાળો આપી હતી. ત્યારબાદ મને નગ્ન કરી લાકડીઓ અને દંડા વડે ઢોર માર માર્યો હતો." પીડિતના જણાવ્યા અનુસાર, હુમલાખોરોએ તેમની પાસેથી રોકડ રકમની લૂંટ ચલાવી હતી અને તેમની સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવાનો પણ પ્રયાસ કર્યો હતો.

પોલીસનો ડર ન હોવાની ધમકી આપી

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા વીડિયોમાં જોઈ શકાય છે કે હુમલાખોરો કેટલા બેફામ હતા. તેઓ પીડિતને માર મારતી વખતે કહી રહ્યા હતા કે તેમને પોલીસનો પણ કોઈ ડર નથી. હુમલાખોરોને એવી શંકા હતી કે આ કિન્નર નકલી છે અને ખોટી રીતે લોકો પાસેથી પૈસા પડાવે છે. જોકે, કાયદો હાથમાં લઈને આ પ્રકારે અત્યાચાર ગુજારવાની ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા કર્યા છે.

આ પણ વાંચો: ન્યાયની આશા ઠગારી નીવડી: ગોમતીપુરમાં પોલીસ અને પડોશીના ત્રાસથી કંટાળી ભાઈ-બહેનનો ઝેર પી આપઘાતનો પ્રયાસ

સીમા વિવાદને કારણે ફરિયાદમાં વિલંબ?

આ ઘટના પંચમહાલ અને છોટાઉદેપુર જિલ્લાની બોર્ડર પર બની હોવાથી, કયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવી તેને લઈને પીડિતને મુશ્કેલી પડી હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ હસ્તક્ષેપ કરે અને વીડિયોમાં દેખાતા તમામ નરાધમો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોકમાંગ ઉઠી રહી છે.