Get The App

પોલોગ્રાઉન્ડ પાસે વહેલીસવારે બાઇક સવાર બે હુમલાખોરનો રિક્ષામાં જતી કિન્નર પર ચપ્પુથી હુમલો

Updated: Nov 26th, 2025

GS TEAM

Google News
Google News
પોલોગ્રાઉન્ડ પાસે વહેલીસવારે   બાઇક સવાર  બે હુમલાખોરનો રિક્ષામાં જતી કિન્નર પર ચપ્પુથી હુમલો 1 - image

વડોદરાઃ શહેરના પોલોગ્રાઉન્ડ વિસ્તારમાં આજે વહેલી સવારે કિન્નર પર ચપ્પુના ઘા ઝીંકી બાઇક સવાર  બે હુમલાખોર ફરાર થઇ જતાં ઇજાગ્રસ્ત કિન્નરને સિવિલ  હોસ્પિટમાં લઇ જવાઇ હતી.

ફતેપુરા શિવાજી હોલ પાસે રહેતા સીમરનકુંવર કિન્નરે પોલીસને કહ્યું છે કે,સવારે હું અને મોહિનીકુંવર ભિક્ષાવૃત્તિ માટે રિક્ષામાં નીકળ્યા હતા.અમે નવાપુરામાં એક લગ્નમાં ભિક્ષા લીધી હતી અને પોલોગ્રાઉન્ડ પાસેથી પસાર થતા હતા ત્યારે નંબર પ્લેટ વગરની એક બાઇક પર  બે યુવકો આવ્યા હતા.

બાઇક ચાલકે રિક્ષાને ઓવરટેક કરી હતી અને મારી સાથળના ભાગે ચાકુ હુલાવી દેતાં લોહીલુહાણ થઇ હતી.ત્યારબાદ બંને હુમલાખોર ફરાર થઇ ગયા હતા.અમે પીછો પણ કર્યો હતો પરંતુ મટનશોપ વાળા રસ્તેથી તેઓ ભાગી ગયા હતા.હુમલાખોરોએ મોંઢે માસ્ક,ચશ્મા અને ટોપી પહેર્યા હતા.જેથી નવાપુરા પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ મેળવવા તજવીજ કરી છે.