Get The App

જામનગરમાં ભૂગર્ભ ગટર/ સેપ્ટિક ટેન્કની સફાઈ અન્વયે સફાઈ કામદારો માટેનો તાલીમ વર્કશોપ યોજાયો

Updated: Jun 27th, 2025

GS TEAM

Google News
Google News
જામનગરમાં ભૂગર્ભ ગટર/ સેપ્ટિક ટેન્કની સફાઈ અન્વયે સફાઈ કામદારો માટેનો તાલીમ વર્કશોપ યોજાયો 1 - image


જામનગરમાં ભૂગર્ભ ગટર અને સેપ્ટિક ટેન્કની સફાઈ સમયે નમસ્તે સ્કીમ હેઠળ સફાઈ કામદારો માટે તાલીમ વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

ભૂગર્ભ ગટર અને સેપ્ટિક ટેંકની સફાઈ કામગીરી દરમ્યાન સફાઈ કામદારો પરનું જોખમ અટકાવવા ના હેતુ થી ગત તા. 25/06/2025ના સવારે 10 થી 12:30 સુધી જામનગર મહાનગરપાલિકા ના, કોન્ફરન્સ હોલ માં ભારત સરકારના નેશનલ સફાઈ કર્મચારી ફાઈનાન્સ અને ડેવલપમેન્ટ કોર્પોરેશનના માર્ગદર્શન હેઠળ સરકારની "નમસ્તે" સ્કીમ હેઠળ કામ ફાઉન્ડેશન દ્વારા સફાઈ કામદારો માટે ટ્રેનીંગ / વર્કશોપ યોજવામાં આવ્યો હતો. આ વર્કશોપમાં જામનગર શહેરમાં ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી સાથે સંકળાયેલા સફાઈ કામદારો, એન્જીનીયરો, કોન્ટ્રાક્ટરો હાજર રહ્યાં હતા. આ વર્કશોપમાં સફાઈ કામગીરી દરમ્યાન જરૂરી સાવચેતીના પગલા લેવા, સ્વરક્ષા માટે પીપીઇ કિટનો ઉપયોગ કરવો, જોખમી સફાઈ ન કરવી વિગેરે બાબતોની સમજ આપવામાં આવી હતી, તેમ સીટી એન્જીનીયર જામનગર મહાનગરપાલિકા એ જણાવ્યું છે.

Tags :