ભરૂચ-દહેજ હાઇવે ઉપર ડ્રાઈવરને ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર ડમ્પરની પાછળ ઘૂસ્
Bharuch Accident : ભરૂચ-દહેજ હાઇવે ટ્રેલર ચાલકને ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર રસ્તાની સાઈડમાં ઉભેલ ડમ્પર પાછળ ધડાકાભેર ભટકાયા બાદ ટ્રેલર આગની લપેટમાં આવી સળગીને ખાક થઈ જતા અંદાજે રૂ.35 લાખનું નુકસાન પહોંચ્યું હતું.
ગઈકાલે મોડી રાત્રે ભરૂચથી દહેજ તરફના હાઇવે ઉપર કેસરોલ પાસે ઇન્ડિયન ઓઇલ પેટ્રોલ પંપ નજીક ટ્રેલર ચાલક મકસુર ઇકરામુદ્દિન ખાનને અચાનક ઊંઘનું ઝોંકુ આવી જતા ટ્રેલર રસ્તાની સાઈડમાં ઉભેલ ડમ્પરની પાછળ ધડાકાભેર ઘૂસી ગયું હતું. અને ચાલક કેબિનમાંથી નીચે ઉતરતાની સાથે જ કેબીનમાં આગ ફાટી નીકળી હતી. અચાનક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ટ્રેલર આગની લપેટમાં આવી સળગીને ખાક થઈ જતા ટ્રેલરને રૂ.35 લાખનું નુકસાન પહોંચ્યું હતું. અંકલેશ્વરના દિલેશ રોડલાઇન્સ પ્રા.લી.ના વસંત સર્વિસ સ્ટેશનના મેકેનિક તરીકે કામ કરતા ગુફરાન ખાનએ ટ્રેલર ચાલક મકસુર ખાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા ભરૂચ રૂરલ પોલીસે મોટર વ્હીકલ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો હતો.