Gujarat

કાલાવડના મુળીલા ગામમાં શ્રમિક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

By GS TEAM
4 Dec 20251 min read
TukuTouch Logo
: જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

કાલાવડના મુળીલા ગામમાં શ્રમિક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ

Jamnagar : જામનગર જિલ્લાના કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં એક વાડીમાં ખેત મજૂરી કામ કરી રહેલા શ્રમિક યુવાનનું અકસ્માતે કૂવામાં પડી જતાં ડૂબી જવાથી કરુણ મૃત્યુ નીપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે મૂળ દાહોદના વતની અને હાલ કાલાવડ તાલુકાના મૂળીલા ગામમાં રહેતા ખેડૂત ઘેલુભા જાડેજાની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતો મહેન્દ્ર ભોળાભાઈ સંગાડા નામનો 30 વર્ષનો શ્રમિક યુવાન પરમદીને અકસ્માતે પોતાની વાડીના કુવામાં પડી ગયો હતો અને ડૂબી જવાથી કરુણ મૃત્યુ નિપજ્યું છે. ગઈકાલે સવારે તેનો મૃતદેહ કૂવામાંથી મળી આવ્યો હતો. 

આ બનાવ અંગે મૃતકની પત્ની સુખેરાબેન મહેન્દ્રભાઈએ પોલીસને જાણ કરતાં કાલાવડ ગ્રામ્યના પોલીસ હેડ કોન્સ્ટેબલ એન.કે.છૈયા બનાવના સ્થળ દોડી ગયા હતા, અને શ્રમિક યુવાનના મૃતદેહને બહાર કઢાવી તેનું જામનગરની સરકારી જી.જી.હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવાયું છે, અને સમગ્ર બનાવ મામલે વધુ તપાસ હાથ ધરી છે.