ચોમલ ગામે પાણીના વહેણમાં તણાઈ જતાં યુવકનું કરૂણ મોત
ગારિયાધારમાં વીજળીના કડાકા-ભડાકા સાથે ધોધમાર સવા બે ઈંચ વરસાદ
સિહોરમાં સવા ઈંચ, ભાવનગરમાં પોણો, વલ્લભીપુરમાં અર્ધો, પાલિતાણામાં પા અને મહુવામાં ઝાપટું વરસ્યું
ગારિયાધાર શહેરમાં બપોરના સમયે વીજળીના કડાકા-ભડાકા સાથે આવી ચડેલી મેઘસવારીએ દોઢ કલાકમાં ધોધમાર સવા બે ઈંચ જેટલું પાણી વરસાવી દેતા નદી-નાળા છલકાયા હતા. તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડયો હતો. ચોમલ ગામે ધોધમાર વરસાદ શરૂ હતો. ત્યારે ચોમલ-રૂપાવટી રોડ પરથી બાઈક લઈને પસાર થઈ રહેલા કરણભાઈ પ્રવીણભાઈ વાઢેર (ઉ.વ.આ.૨૦, રહે, ચોમલ) ભારે પાણીના વહેણમાં તણાયો હતો. જેની જાણ થતાં સ્થાનિક તરવૈયાઓએ શોધખોળ હાથ ધરતા યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પીએમ માટે ગારિયાધાર પીએચસીમાં ખસેડાયો હતો.
ભાવનગરમાં બપોર સુઘી ઉઘાડ રહ્યા બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ઠંડા પવન સાથે આકાશમાં ઘેરાયેલા કાળા ડિબાંગ વાદળો ૧૦થી ૧૫ મિનિટ ધોધમાર બાદ સાંજ સુધી ધીમીધારે વરસતા પોણો ઈંચ પાણી પડયું હતું. સિહોરમાં બપોરથી સાંજ સુધીમાં સવા ઈંચ પાણી વરસ્યું હતું. વલ્લભીપુરમાં સાંજના સમયે અર્ધો ઈંચ, પાલિતાણામાં સાંજે પા ઈંચ અને મહુવામાં ઝાપટું વરસ્યું હતું. બોટાદ જિલ્લામાં એક માત્ર રાણપુરમાં એક મિ.મી. વરસાદ થયો હતો. બાકીના તાલુકામાં મેઘરાજાએ પોરો ખાધો હતો.
માલણમાં ૪૧૮ અને હણોલ ડેમમાં ૫૦૦ ક્યુસેકની આવક
મહુવા તાલુકાના માલણ ડેમમાં ૪૧૮ ક્યુસેક, હણોલ ડેમમાં ૫૦૦ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. બગડ ડેમમાં ૨૦૦ ક્યુસેક, સુખભાદર ડેમમાં ૩૦૦ ક્યુસેક અને ખાંભડા ડેમમાં ૧૪૮ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ છે. તેમજ રંઘોળા, હણોલ, બગડ અને રોજકી ડેમમાં અર્ધો ઈંચથી લઈ સવા એક ઈંચ વરસાદ