Get The App

જામનગર નજીક 'હિટ એન્ડ રન' ના બનાવમાં રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બોલેરોની ઠોકરે કરુણ મૃત્યુ

Updated: Oct 30th, 2025

GS TEAM

Google News
Google News
જામનગર નજીક 'હિટ એન્ડ રન' ના બનાવમાં રસ્તો ઓળંગી રહેલા રાહદારીનું બોલેરોની ઠોકરે કરુણ મૃત્યુ 1 - image

Jamnagar Hit and Run : જામનગર નજીક કનસુમરા પાટીયા પાસે હાઈવે રોડ પર ગઈકાલે 'હિટ એન્ડ રન' નો બનાવ બન્યો હતો, અને રસ્તો ઓળંગી રહેલા એક રાહદારીને પુરપાટ ઝડપે આવી રહેતી બોલેરો કારના ચાલકે હડફેટમાં લઇ કચડી નાખવા અંગેની ફરિયાદ પોલીસમાં નોંધાવાઇ છે.

 જામનગર નજીક દરેડ વિસ્તારમાં રહેતા ગૌતમ કાનજીભાઈ પરમાર નામના યુવાને જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસ મથકમાં પોતાના પિતા કાનજીભાઈ પરમાર (ઉંમર વર્ષ 45) ને હડફેટમાં લઈ મૃત્યુ નીપજાવવા અંગે જી.જે 37 વી. 8338 નંબરની બોલેરોના ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.

 પોલીસ ફરિયાદમાં જાહેર કરાયા અનુસાર ફરિયાદી ગૌતમભાઈના પિતા કાનજીભાઈ ઉર્ફે કાનાભાઈ પરમાર (ઉમર વર્ષ 45) કે જેઓ કનસુમરા ગામના પાટીયા પાસે રસ્તો ક્રોસ કરી રહ્યા હતા, તે દરમિયાન પુરપાટ ઝડપે આવી રહેલી બોલેરાના ચાલકે હડફેટમાં લઈ લેતાં ગંભીર ઇજા થવાથી બનાવના સ્થળ પરજ કરુંણ મૃત્યુ નીપજયું હતું.

 જે બનાવ અંગે ગૌતમ પરમારે જામનગરના પંચકોશી બી. ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે બોલેરો ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.