સુરતમાં બેદરકારીનો ભોગ બન્યો માસૂમ: પાલિકાના ગાર્ડનમાં લોખંડનો ગેટ પડતા બાળકનું કરુણ મોત
![]() |
AI Images |
Surat News: સુરતમાં પાલિકા સંચાલિત ગાર્ડનમાં લોખંડનો ગેટ બાળક પર પડ્યો હતો. આ દુર્ઘટના બાદ બાળકને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના ડૉક્ટરો બાળકને મૃત જાહેર કર્યો હતો. બાળકના મોત પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. શહેરના પર્વત ગામ વિસ્તારમાં આ દુઃખદ ઘટના બની છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
મળતી માહિતી અનુસાર, સુરતના પર્વત ગામ વિસ્તારમાં સુરતન મનપા સંચાલિત ગાર્ડનમાં ભારે લોખંડનો ગેટ બાળક પર પડ્યો હતો. મૃત બાળકનું નામ આર્યન છે અને તેનો પરિવાર મૂળ દાહોદ જિલ્લાનો વતની છે. લોખંડનો ગેટ પડતાં બાળકને ગંભીર ઈજાઓ પહોંચી હતી, જ્યારબાદ તેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આ ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. બીજી તરફ સુરત પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે.